India-Canada Relations: કેનેડાના કનાનાસ્કિસમાં આયોજિત G7 સમિટમાં પીએમ મોદી અને કેનેડાના પીએમ માર્ક કાર્ની વચ્ચે મુલાકાત થઈ હતી. પીએમ મોદીએ કેનેડા સાથેના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. પરસ્પર સહયોગના અન્ય તમામ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. મુક્ત વેપાર કરાર (FTA) પર અટકેલી વાટાઘાટો શરૂ કરવા માટે એક કરાર થયો હતો.
પીએમ મોદી અને માર્ક કાર્ની વચ્ચે મુલાકાત
પીએમ નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેની મુલાકાત લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી. સૌપ્રથમ એ વાત પર સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી કે બંને દેશોની રાજધાનીઓમાં શક્ય તેટલી વહેલી તકે હાઇ કમિશનરોની નિમણૂક કરવામાં આવશે. ત્યારબાદ રાજદ્વારીઓની સંખ્યા વધારવા સંમત થયા.
Had an excellent meeting with Prime Minister Mark Carney. Complimented him and the Canadian Government for successfully hosting the G7 Summit. India and Canada are connected by a strong belief in democracy, freedom and rule of law. PM Carney and I look forward to working closely… pic.twitter.com/QyadmnThwH
— Narendra Modi (@narendramodi) June 17, 2025
કાર્ની સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ કહ્યું કે કેનેડા સાથેના સંબંધો ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાથે મળીને આપણે લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવા માટે કામ કરીશું. આપણે માનવતા માટે કામ કરીશું. આપણે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ કરીશું. કાર્નીએ પણ આપણે ટેકનોલોજી, એઆઈ, ઉર્જા સુરક્ષા અને આતંકવાદ સામે સાથે મળીને કામ કરવાની વાત કરી હતી.
