Benjamin Netanyahu Health Update:અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ વિરામની સ્થિતિ પ્રવર્તિ રહી છે ત્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે. બેન્જામિન નેતન્યાહૂએ તેમના વાર્ષિક મેડિક રિપોર્ટ જાહેર કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધુ છે. તેમણે ખુલાસો કર્યો છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યા છે. જોકે હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને ફીટ છે.
બેન્જામિન નેતન્યાહૂના મેડિકલ અહેવાલ પ્રમાણે કેટલાક સમય અગાઉ તેમને પ્રોસ્ટેટમાં એક નાનું એવું ટ્યુમર હોવાનું માલુમ પડ્યું હતું. ડોક્ટરે તપાસ બાદ પુષ્ટી કરી હતી કે આ શરૂઆતી તહબક્કાના એક મેલિગેન્ટ એટલે કે કેન્સરયુક્ત ટ્યુમર હતું. ડોક્ટરનું કહેવું હતું કે નેતન્યાહુની ઉંમરમાં આ પ્રકારનું સ્પોટ મળવું તે સામાન્ય વાત છે. તેમની પાસે બે માર્ગ હતા. એટલે કે ફક્ત સમય-સમય મોનિટર કરવામાં આવે અને કંઈ જ ન કરવામાં આવે. એટલે કે સારવાર કરીને તેને જડમૂડથી જ ખતમ કરી દેવામાં આવે.
બેન્જામિન નેતન્યાહૂએ ત્રણ મહત્વની માહિતી રજૂ કરી
બેન્જામિન નેતન્યાહૂએ સ્વાસ્થ અંગે ત્રણ મહત્વની માહિતી રજૂ કરી છે. સૌથી પહેલા તેમણે કહ્યું કે ભગવાનની કૃપાથી તેઓ હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. બીજુ તેમની શારીરિક સ્થિતિ ઘણી સારી છે. અને ત્રીજુ કે તેમને પ્રોસ્ટેટ સંબંધિત એક નાની મેડિકલ સમસ્યા હતી. તેની હવે સંપૂર્ણ રીતે સારવાર થઈ ગઈ છે.
આશરે દોઢ વર્ષ અગાઉ તેમને એક સફળ સર્જરી કરાવી હતી અને ત્યારથી તેઓ નિયમિત તપાસ કરાવી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે પ્રોસ્ટેટમાં એક નાનું એવું ટયુમર મળ્યું હતું, જે એક શરૂઆતી સ્ટેજનું ટ્યુમર હતું. સારી વાત એ હતી કે તે ફેલાઈ ગયું ન હતુ અને તે શરીરના અન્ય ભાગ સુધી પહોંચ્યું ન હતું.
નેતન્યાહૂએ નાગરિકોને પણ આપી ખાસ સલાહ
પોતાનો રિપોર્ટ શેર કરતાં નેતન્યાહૂએ ઈઝરાયેલના નાગરિકોને ભાવુક સલાહ આપી છે. તેમણે કહ્યું સમયસર તપાસ કરીને બચી શકાય છે. તેમણે લોકને ડોક્ટરોની સલાહ માનવા અને પોતાના સ્વાસ્થને પ્રાથમિકતા આપવા કહ્યું છે. આ સાથે જ તેમણે યુદ્ધમાં ઈજાગ્રસ્ત થયેલા ઈઝરાયેલી સૈનિકો તથા નાગરિકો જલદી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી છે.
