Paris Eiffel Tower: એફિલ ટાવર તોડી પાડવામાં આવશે? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચારોની હકીકત

સોશિયલ મીડિયા સાઇટ્સ પર એક દાવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે પેરિસનો પ્રતિષ્ઠિત એફિલ ટાવર વર્ષ 2026 માં તોડી પાડવામાં આવશે. આ વાયરલ દાવાએ વિશ્વભરના ઘણા લોકોને ચિંતામાં મૂકી દીધા છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sun, 12 Oct 2025 04:11 PM (IST)Updated: Sun, 12 Oct 2025 04:11 PM (IST)
paris-eiffel-tower-going-to-be-demolished-in-2026-fact-check

Paris Eiffel Tower News: સોશિયલ મીડિયા સાઇટ્સ પર એક દાવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે પેરિસનો પ્રતિષ્ઠિત એફિલ ટાવર વર્ષ 2026 માં તોડી પાડવામાં આવશે. આ વાયરલ દાવાએ વિશ્વભરના ઘણા લોકોને ચિંતામાં મૂકી દીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલોમાં તર્ક આપવામાં આવી રહ્યો છે કે એફિલ ટાવરની ઓપરેટિંગ લીઝ સમાપ્ત થઈ રહી છે. આ ઉપરાંત તેની મજબૂતીમાં ઘટાડો, મોંઘો જાળવણી ખર્ચ અને તેના કારણે લોકોને થતી સમસ્યાઓના કારણે તેને તોડી પાડવામાં આવી રહ્યો છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર આ દાવાઓ ખોટા છે.

શું હતા વાઈરલ સમાચારો

આ વાયરલ દાવાનું સૌથી મોટું કારણ 18 સપ્ટેમ્બર 2025ના રોજ ટેપિયોકા ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટને માનવામાં આવે છે. નોંધનીય છે કે આ વેબસાઇટ તેની કટાક્ષ કરતાં સમાચારો માટે જાણીતી છે. આ વેબસાઇટના અહેવાલમાં એક પ્રવક્તાને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે એફિલ ટાવર લાંબા સમય સુધી લોકપ્રિય રહ્યું છે, પરંતુ હવે કોઈ ત્યાં જતું નથી. આ કારણોસર અમે તેને બંધ કરી રહ્યા છીએ. તેમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્ટરનેટની દુનિયામાં નાના બાળકો હવે ઉપર જવા માંગતા નથી. પ્રવક્તાએ ટાવરની આસપાસ ડ્રોનનો ચક્કર લગાવવામાં મોટો વધારો જોયો છે અને કદાચ આ જ કારણ છે કે મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

ખિસકોલીઓ અને કબૂતરોથી પરેશાન છે ટાવર

વ્યંગાત્મક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ટાવર ખિસકોલીઓ અને કબૂતરોથી પરેશાન છે. રિપોર્ટમાં ટાવરની જગ્યાએ વોટર સ્લાઇડ, લાસ વેગાસ શૈલીનું મ્યુઝિક વેન્યૂ, અથવા હિપ્પીઓથી ભરેલો પેરિસ બર્નિંગ મેન બનાવવાનો પણ સૂચન આપવામાં આવ્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગમે તે હોય, એફિલ ટાવરને તોડી પાડવાનું કામ 2026ની શરૂઆતથી શરૂ થઈ જશે. અને જો તમે વૃદ્ધ છો અને તમારી યાદોને તાજી કરવા માંગો છો તો પેરિસની મુલાકાત લેવાનો આ યોગ્ય સમય છે.

હાલ કેમ બંધ છે એફિલ ટાવર

એફિલ ટાવરને તોડી પાડવાની અફવાઓને સૌથી મોટી હવા ટાવરના બંધ થવાના કારણે મળી છે. જોકે આ બંધ થવાનો કોઈ પણ વિધ્વંસ યોજના સાથે સંબંધ નથી. ટાવર બંધ થવાનું કારણ ફ્રેન્ચ યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાલ છે, જે સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ધનિક લોકો પર વધુ કર લગાવવાની તરફેણમાં કરવામાં આવી હતી. એફિલ ટાવરને તોડી પાડવા અંગે કોઈપણ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી. ટાવરનું સંચાલન કરતી સોસાયટી ડી'એક્સપ્લૉઇટેશન ડે લા ટૂર એફિલ (SETE), પેરિસ શહેર કે ફ્રેન્ચ વારસાના અધિકારીઓમાંથી કોઈએ પણ સ્મારકને તોડી પાડવાની યોજના દર્શાવતું કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.