Pakistan: પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ હજુ સુધી સરકાર બની શકી નથી. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ નવાઝ શરીફ પાકિસ્તાનના ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેઓએ તેમના ભાઈ શહબાઝ શરીફને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરતા તમનું ચોથી વખત પીએમ બનવાનું સપનું અધૂરું રહેવાનું છે. જો કે, પીએમએલ-એન પ્રમુખે આ નિર્ણય સેનાના દબાણમાં લીધો છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ પાર્ટીના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, પાકિસ્તાની આર્મીએ નવાઝ શરીફને બે ઓપ્શન આપ્યા હતા. સેનાએ તેને વડાપ્રધાન બનવા અથવા તેમની પુત્રી મરિયમ નવાઝને પંજાબ પ્રાંતની મુખ્યમંત્રી બનાવવામાંથી કોઈ એક ઓપ્શન ચૂંટવા માટે કહ્યું હતું.
આ પણ વાંચો
નવાઝ શરીફે તેમની પુત્રી અને રાજનીતિક ઉત્તરાધિકારી 50 વર્ષીય મરિયમ નવાઝ માટે વડાપ્રધાન પદના ઉમેદવારથી પોતાને અલગ કરવાનો નિર્ણય લીધો છે. પુત્રી માટે નવાઝ શરીફે ચોથી વખત વડાપ્રધાન બનવાની ઈચ્છા ત્યાગી દીધી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
