Pakistan Election 2024: પાકિસ્તાનમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે. જેમાં પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટીના સમર્થિત ઉમેદવારોને મહત્તમ બેઠકો મળી છે. જો કે, તેમ છતાં ઈમરાન ખાનની પાર્ટી સરકાર બનાવતી જોવા મળી રહી નથી. જ્યારે બીજી બાજુ નવાઝ શરીફની પાર્ટીને ઓછી સીટો મળી છે, છતાં તેઓએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે.
| પાર્ટી | કેટલી બેઠક પર જીત | ચહેરો |
| પાકિસ્તાન મુસ્લિમ લીગ (PMLN) | 71 | નવાઝ શરીફ |
| પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) | 97 | ઈમરાન ખાન |
| પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (PPP) | 53 | બિલાવલ ભૂટ્ટો |
| જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F) | 2 | મૌલાના ફઝલુલ રહેમાન |
| અન્ય | 33 |
પાકિસ્તાન ચૂંટણી આયોગ (ECP)એ અત્યાર સુધીમાં અંતિમ ચૂંટણી પરિણામોની જાહેરાત કરી નથી. જિયો ન્યૂઝ અનુસાર, 266માંથી 250 બેઠકો પર પરિણામ આવી ગયા છે. બિનસત્તાવાર પરિણામો અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારો 97 બેઠકો સાથે આગળ છે.
Pakistan Election 2024: 235માંથી 136 બેઠકો પર ગણતરી પૂર્ણ
પાકિસ્તાન ચૂંટણી આયોગ (ECP) દ્વારા જાહેર પરિણામો અનુસાર, 235માંથી 136 બેઠકો પર ગણતરી થઈ ગઈ છે. જેમાંથી ઈમરાન ખાન સમર્થિત સ્વતંત્ર ઉમેદવારોએ 49 બેઠકો પર જીત મેળવી લીધી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)એ 42 બેઠકો જીતી છે જ્યારે દિવંગત વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને 34 બેઠકો મળી છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ચૂંટણીમાં જીતનો દાવો કર્યો છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે, નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)એ 42 બેઠકો જીતી છે, જે સરકાર બનાવવાના દાવા કરવા માટે જરૂરી 133ના આંકડાથી ઘણી જ ઓછી છે.
હાલ ઈમરાનની પાર્ટીના સમર્થિત ઉમેદવારો સૌથી આગળ છે, જો કે, તેઓ બહુમતથી ઘણા જ દૂર છે. નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી સાથે મળીને સરકાર બનાવવાની અટકળો ફરી તેજ બની છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
