Pakistan Election Result 2024: પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ લોકસભા ચૂંટણી યોજાઈ હતી, ત્યારે આટલા દિવસ બાદ પણ ત્યાં સરકાર કોની બનશે તે નિશ્ચિત નથી. પહેલા જ્યાં નવાઝ શરીફ અને જેલમાં બેઠેલા ઈમરાન ખાન પોત પોતાની સરકાર બનાવવાના દાવા કરી રહ્યાં હતા ત્યારે હવે બંને પક્ષ વિપક્ષમાં બેસવા માટે આતુર છે. પાકિસ્તાનમાં સરકાર બનાવવાની ગાડી અટકી ગઈ છે. બિલાવલ ભુટ્ટો ઝરદારીનું કહેવું છે કે તેમની નવાઝ શરીફની પાર્ટી સાથે વાતચીત ચાલી રહી છે પરંતુ તેઓ પોતાની શર્તો સાથે કોઈ સમજૂતી નહીં કરે. બિલાવલના તેવરથી ખ્યાલ આવે છે કે તેમણે ચોક્કસ નવાઝ સાથે વાંધો થયો હશે.
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મંગળવારે કહ્યું કે- તેમણે પાકિસ્તાનમાં નવી સરકારના ગઠનમાં અડચણ આવશે તેવી આશંકા છે અને તેઓ માત્ર સરકાર બનાવવાની નીયત સાથે પોતાનું કોઈ વલણ બદલવા માટે તૈયાર નથી.
આ પણ વાંચો
બિલાવલની ટિપ્પણી દેશની મુખ્ય પાર્ટીઓ- પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) વચ્ચે નવીનતમ તબક્કાની વાતચીત બાદ પણ કોઈ ઠોસ પરિણામ ન આવ્યા બાદના એક દિવસ પછી આવી છે. 8 ફેબ્રુઆરી ચૂંટણી બાદ એક પણ પક્ષને પૂર્ણ બહુમતી ન મળતા પાર્ટીઓ ગઠબંધન સરકાર બનાવવા માટે હવાતિયા મારી રહ્યાં છે.
બિલાવલ અને નવાઝ વચ્ચે શું વાંધો આવ્યો?
મળતી માહિતી મુજબ, કથિત રીતે PPP પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી PML-Nને સમર્થન આપવા માટે રાષ્ટ્રપતિ, સેનેટના અધ્યક્ષ અને નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ જેવા મુખ્ય બંધારણીય પદની માગ કરી રહ્યાં છે પરંતુ નવાઝ આ શર્તો માનવા માટે તૈયાર નથી.
મારી શર્તો પર નવાઝને સમર્થન આપીશઃ બિલાવલ
પત્રકારો સાથે વાત કરતા પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલે કહ્યું કે- PPP અને તેઓ પોતાના વલણ પર અડગ છે. તેમણે તે વાત પર પ્રકાશ ફેંક્યો કે તેણે કોઈ પણ કિંમત પર બદલવામાં નહીં આવે. કહ્યું- જો કોઈ અન્ય પોતાનું વલણ બદલવા માગે છે તો પ્રગતિ થઈ શકે છે પરંતુ તેઓ પોતાની શર્તોને બદલવા માટે તૈયાર નથી. તેથી મને અડચણ આવશે તેવી આશંકા છે. PPP પ્રમુખે કહ્યું કે- અડચણને પગલે લોકતંત્ર કે સંસદીય પ્રણાલીને કોઈ જ ફાયદો નહીં થાય. બિલાવલે કહ્યું- જો હું PML-Nને સાથ આપવા માંગુ છું તો મારે મારી શર્તો પર આપીશ, નહીં કે તેમની શર્તો પર.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
