Pakistan Election 2024: બિલાવલ બની શકે છે પાકિસ્તાનનો નવો વડાપ્રધાન, ઈમરાન ખાનને રોકવા નવાઝ શરીફ પાસે કયો રસ્તો વધ્યો છે?

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 11 Feb 2024 07:28 PM (IST)Updated: Sun, 11 Feb 2024 07:28 PM (IST)
pakistan-election-2024-bilawal-can-become-the-new-prime-minister-of-pakistan-what-way-has-nawaz-sharif-got-to-stop-imran-khan

Pakistan Election 2024: પાકિસ્તાનમાં લોકસભા ચૂંટણી માટે મતગણતરી સમાપ્ત થઈ ગઈ છે. હાલ સૌથી વધુ સીટ પર જીત ઈમરાન ખાન સમર્થિત અપક્ષ ઉમેદવારોને મળી છે. દુર્ભાગ્યથી બહુમતી કોઈની પાસે નથી. એક તરફ જેલમાં બંધ ઈમરાન ખાન પોતાની જીત અને સરકાર બનાવવાનો દાવો કરી રહ્યાં છે. બીજી બાજુ નવાઝ શરીફ જોડતોડનો હથકંડો અપનાવતા ગઠબંધનની સરકાર તરફ એક કદમ આગળ વધારી ચુક્યા છે. આ વચ્ચે એવો રિપોર્ટ પણ સામે આવ્ોય છે કે નવાઝ શરીફ અને આસિફ અલી ઝરદારી વચ્ચે સેટિંગ થઈ ગયું છે. સરકાર બનાવવા માટે એક નહીં ચાર વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં બિલાવલ ભુટ્ટોને પાકિસ્તાનનો વડાપ્રધાન અને નવાઝ શરીફને રાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે. તો શહબાઝ શરીફને પંજાબ પ્રાંતની કમાન સોંપવામાં આવી શકે છે.

પાકિસ્તાનની ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, ઈમરાનના સહયોગી 93 સીટ પર જીતની સાથે સૌથી આગળ છે. જ્યારે સેનાના જોરે નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ 74 સીટ પર જીત મેળવી ચુકી છે. બિલાવલ ભુટ્ટે ઝરદારીની પાર્ટી PPP 54 સીટ પર જીતની સાથે ત્રીજા નંબરે છે.

એક રિપોર્ટ મુજબ, ઈમરાન ખાન સમર્થિત અપક્ષ ઉમેદવાર કોઈ પણ કિંમતે તૂટવા માટે તૈયાર નથી. સેનાની લાખ વિનંતી અને દબાણ છતા ઈમરાન ખાન પ્રત્યેની તેમની વફાદારી ઓછી નથી થઈ રહી. એવામાં ઈમરાન ખાનને રોકવા માટે નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો ઝરદારી ગઠબંધન સરકાર તરફ આગળ વધી રહી છે. જો કે બંનેમાંથી કોઈએ આ વાતની પુષ્ટિ નથી કરી કે તેઓ કયા ફૉર્મૂલા પર તૈયાર છે પરંતુ સૂત્રોનું કહેવું છે કે નવાઝ અને ઝરદારી વચ્ચે 4 વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

રિપોર્ટ મુજબ પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન નેતા નવાઝ શરીફે ચૂંટણીમાં જીતની જાહેરાત કરી અને પોતાના નાના ભાઈ શહબાઝ શરીફને સરકાર બનાવવા માટે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી, મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન, જમીયત ઉલેમા ઈસ્લામ અને અન્ય પક્ષોની સાથે વાતચીત કરવાનું કામ સોંપાયું છે.

નવાઝ અને આસિફમાં શું છે ફૉર્મૂલા
એક રિપોર્ટ મુજબ, લાહોરમાં રાજનીતિક વિશેષજ્ઞ અને પત્રકાર અઝમલ જામીનું માનવું છે કે નવી સરકારના ગઠનમાં પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી મહત્વની ભૂમિકા ભજવશે. બોલ હવે આસિફ અલી ઝરદારીના કોર્ટમાં છે. સવાલ એ છે કે શું તેઓ પોતાના પુત્ર બિલાવલ ભુટ્ટે ઝરદારી માટે વડાપ્રધાન પદ માગશે?

બિલાવલ બની શકે છે વડાપ્રધાન
અજમલ જામી મુજબ, હાલ સરકાર ગઠનની કોઈ ફૉર્મૂલા ચાલી રહી છે, જેમાંથી એક એ છે કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનને અઢી-અઢી વર્ષ સુધી શાસન કરવું જોઈએ. તેમનું કહેવું છે કે તે ફૉર્મૂલા પણ ચર્ચામાં છે કે બિલાવલ ભુટ્ટો ઝરદારીનો વડાપ્રધાન બનાવવામાં આવે અને શહબાઝ શરીફ કે મરિયમ નવાઝને પંજાબના મુખ્યમંત્રી બનાવવામાં આવે. તેમણે વધુમાં કહ્યું કે- એવું લાગે છેકે શહબાઝ શરીફ વડાપ્રધાન બની શકે છે અને આસિફ ઝરદારી રાષ્ટ્રપતિ બની શકે છે. કે પછી એવુંપણ થઈ શકે છે કે નવાઝ શરીફ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીમાંથી કોઈ હોઈ. તેમનું માનવું છે કે શાહબાઝ શરીફ વડાપ્રધાન બને તેવી શક્યતા વધુ છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.