Nvidia CEO:આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ચિપ તૈયાર કરનારી વિશ્વના દિગ્ગજ કંપની એનવીડિયાના સંસ્થાપક અને CEO જેનસેન હુઆંગે પોતાના કર્મચારીઓને મોકલેલ એક ઈમેલમાં એક શંકાસ્પદ ચાઈનીઝ જાસૂસ સાથે પ્રેમ સંબંધ હોવાનો સ્વીકાર કર્યો છે.
આ કન્ફેશન એવા સમાચાર બાદ આવ્યા છે કે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હુઆંગ કોઈ વિદેશી ગુપ્તચર એજન્સીના ઋડયંત્રનો નિશાન પર હતા. આ ખુલાસા બાદ એનવીડિયાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે પૂરા કેસની સ્વતંત્ર તપાસ શરૂ કરી છે.
ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે જેનસેન હુઆંગ ચીનની એક જાસૂસી ષડયંત્રનો શિકાર બન્યા હતા. આ ષડયંત્ર એલિસ હુઆંગ નાની એક ચાઈનીઝ બિઝનેસમેન મહિલા દ્વારા રચવામાં આવી હતી.
અહેવાલ પ્રમાણે એલિસે હુઆંગ સાથે નજીકના સંબંધ સ્થાપિત કર્યાં અને એનવીડિયાની આધુનિક AI ચિપ્સ અન ગુપ્ત માહિતી બેઈજીંગ સુધી પહોંચાડી હતી.
સિંગાપુર સ્થિત ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડની ટોચની કાર્યકારી રહી એલિસ હુઆંગને અમેરિકાના ગુપ્તચર એજન્સીએ ચીનની ગુપ્ત એજન્ટ સ્વરૂપમાં દર્શાવેલ હતા.
જેનસેન હુઆંગે કંપનીના નામે એક સંદેશ સાથે એક ઈમેલ મોકલ્યો હતો, જેમાં પોતાના પરિવાર તથા કર્મચારીઓને જાહેર રીતે માફી માંગી હતી. હુઆંગે લખ્યું કે હું મારા પરિવાર અને આપ સૌની માફી માંગુ છું. મેં મારી પત્નીને દગો આપ્યો છે. મારા આ પગલાથી મારી પતની અને બાળકોને મોટો આઘાત લાગ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિવાદોના કેન્દ્રમાં રહેલી કંપની મેગાસ્પીડ અગાઉથી જ અમેરિકાના કોમર્સ વિભાગની તપાસના ઘેરાવામાં છે. કંપનીએ અમેરિકાની કંપનીઓના પ્રતિબંધોને નજર અંદાજ કરી ચીનની એનવીડિયા ચિપ્સ હાંસલ કરવામાં મદદ કરી રહી હતી.
આ મુદ્દે સ્પષ્ટતા જેસને હુઆગે કહ્યું કે મેગાસ્પીડ અને તેના અધિકારીઓ સાથે એનવીડિયા સંબંધ સંપૂર્ણપણે સામાન્ય અને વ્યવસાયિક હતા. તેમણે કહ્યું કે અમે અમારા GPU ચિપ્સના સપ્લાઈ અને ઉપલબ્ધતાનો પૂરો હિસાબ રાખ્યો છે.
