New COVID Strain XFG:બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે નવો કોવિડ સ્ટ્રેન XFG, હોસ્પિટલોમાં વધી રહી છે સંખ્યા

New COVID Strain XFG:બ્રિટનમાં કોવિડ-19ના નવા XFG વેરિએન્ટ કે જે અમેરિકી કોવિડ સ્ટ્રેન પણ કહેવામાં આવે છે તે ઝડપભેર ફેલાઈ રહ્યો છે. તેને પગલે હોસ્પિટલોમાં દર્દીઓની દાખલ થવાની સંખ્યામાં 48 ટકા સુધી વધારો નોંધાયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 04 Oct 2026 08:39 PM (IST)Updated: Sun, 04 Oct 2026 08:39 PM (IST)
new-covid-strain-xfg-spreading-rapidly-in-britain-hospital-admissions-rising

New COVID Strain XFG:બ્રિટનમાં કોવિડ-19ના નવા XFG વેરિએન્ટ કે જે અમેરિકી કોવિડ સ્ટ્રેન પણ કહેવામાં આવે છે તે ઝડપભેર ફેલાઈ રહ્યો છે. તેને પગલે હોસ્પિટલોમાં દર્દીઓની દાખલ થવાની સંખ્યામાં 48 ટકા સુધી વધારો નોંધાયો છે.

UK હેલ્થ સિક્યોરિટી એજન્સી(UKHSA)ના આંકડા પ્રમાણે દેશમાં કોવિડ પોઝીટીવિટી દર 5.9 ટકાથી વધી 7 ટકા થયો છે, જેમાં સૌથી ઝડપથી ઉછાળો લંડન અને 85 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધોમાં જોવા મળે છે. ઈન્ડિપેન્ડેન્ટના અહેવાલ પ્રમાણે પ્રતિ 1,00,000 લોકો પર સાપ્તાહિક હોસ્પિટલમાં દાખલ થવાનો દર પણ 0.81 થી વધી 1.20 થઈ ગયો છે, જે આશરે 48 ટકાની વૃદ્ધ યથાવત છે.

ઓમિક્રોન રિકંપોઝીટ વેરિએન્ટ

તપાસમાં સામે આવી રહેલ અડધાથી વધારે કેસ આ ઓમિક્રોન રીકંપોઝીટ વેરિએન્ટ છે. જોકે સ્વાસ્થ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે સમગ્ર સંક્રમણ સ્તર હજુ પણ નિયંત્રણમાં છે અને સ્થિતિ અત્યારે એટલી ચિંતાજનક નથી. કારણ કે સમગ્ર સંક્રમણ સ્તર ઓછું છે અને તેને લીધે કોઈ પૂરાવા નથી કે XFG વધારે ગંભીર બીમારીનું કારણ બની રહેલ છે. તેમ છતાં યોગ્ય સમૂહોને બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી છે.

UKHSAના સલાહકાર મહામારી વિજ્ઞાની એલેક્સ ઈલન પ્રમાણે તાજેતરમાં કોવિડ 2019ની પ્રવૃત્તિઓમાં કેટલીક વૃદ્ધિ જોવા મળે છે, જોકે બ્રિટનમાં કેસ હજુ પણ ઓછા લેવલ પર છે. UKHSA બ્રિટન અને વિદેશોમાં કોવિડ 2019ના વિવિધ સ્વરૂપોથી સંબંધિત તમામ આકડાની દેખરેખ રાખવામાં આવે છે.

લંડનમાં કોવિડ-2019ને લીધે હોસ્પિટલમાં ભરતી થવાના દરમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે. સંક્રમણોની વાસ્તવિક સંખ્યા રિપોર્ટ કરવામાં આવેલ સંખ્યાથી વધારે હોઈ શકે છે. કારણ કે મહામારીના વર્ષોની તુલનામાં ઘણી ઓછી સંખ્યામાં લોકો કોવિડ-19ની તપાસ કરાવી રહ્યા છે.

XFG વેરિઅન્ટ શું છે?

XFG એ એક રિકોમ્બિનન્ટ SARS-CoV-2 વેરિઅન્ટ છે જે બે ઓમિક્રોન સબવેરિયન્ટ્સ - LF.7 અને LP.8.1.2ના સંયોજનથી ઉદ્ભવે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ સૌપ્રથમ 27 જાન્યુઆરી 2025ના રોજ તેનો કેસ નોંધાવ્યો હતો અને જૂન 2025માં તેને સર્વિલેન્સ હેઠળ વેરિઅન્ટ તરીકે વર્ગીકૃત કર્યો હતો.

આ પ્રકાર હાલમાં વિશ્વભરના ઘણા દેશોમાં ફેલાયો છે અને WHO દ્વારા તેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. જો કે તેના લક્ષણો COVID-19ના અન્ય તાજેતરના પ્રકારો જેવા જ છે જેમાં મુખ્યત્વે ગળામાં દુખાવો, ઉધરસ, થાક અને તાવનો સમાવેશ થાય છે.