Riyadh airport:સાઉદી અરેબિયાના રિયાધ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે મોટા વિસ્ફોટ થયાના અવાજ સંભળાયા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં એમ્બ્યુલેન્સ એરપોર્ટ તરફ ઝડપભેર જતી જોવા મળી હતી અને યાત્રીઓને એરપોર્ટની બહાર કાઢવામાં આવ્યા હતા.
શનીવારે આ ઘટના એવા સમયે સર્જાઈ છે કે જ્યારે યમનમાં ઈરાન-સમર્થિત હૂથી વિદ્રોહી સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વધારી રહ્યા છે. આ સપ્તાહે એરપોર્ટ પર અગાઉ પણ બે વખત હુમલા થઈ ચુક્યા છે. જેમાં ચાર લોકોના મોત થયા હતા અને કેટલાક ઈજાગ્રસ્ત થયા હતા તથા એક વિમાનને ભારે નુકસાન થયું હતું.
સાઉદી સરકારના માડિયા ઓફિસ અને સાઉદી સિવિલ એવિએશન ઓથોરિટીએ આ ઘટના અંગે ટિપ્પણીને લઈ કોઈ જવાબ આપ્યો નથી.
રિયાધ જનારી તમામ ઉડ્ડાનો અન્યત્ર ડાઈવર્ડ અથવા રદ્દ કરાઈ
ફ્લાઈટ ટ્રેકિંગ સાઈટ ફ્લાઈટરડાર23 પ્રમાણે રિયાધ જતી તમામ ઉડ્ડાનોને અન્યત્ર ડાઈવર્ટ કરાઈ છે અથવા તો રદ્દ કરવામાં આવી છે. એક સમયે તો એરપોર્ટ પર ફક્ત એક હેલિકોપ્ટર જ હતું.
મુસાફરોને એરપોર્ટ છોડતા પહેલા તેમની ફ્લાઇટ સ્ટેટસ તપાસવાની સલાહ આપવામાં આવે છે.એરપોર્ટ મુસાફરોને સલાહ આપે છે કે તેઓ તેમની ફ્લાઇટ સ્ટેટસ તપાસવા માટે સીધા જ તેમની એરલાઇનનો સંપર્ક કરે. એતિહાદ એરવેઝ અને કતાર એરવેઝે તેમના સંબંધિત હબ અને રિયાધ વચ્ચે ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે, જેમાંથી કેટલીક સોમવાર સુધી ચાલી હતી.
