Maryam Nawaz: મરિયમે પિતા નવાઝ શરીફને પગે લાગીને આશીર્વાદ લીધા, પાકિસ્તાની કટ્ટરપંથીઓના નિશાને હિન્દૂ ધર્મ, પૂછ્યું- કયા ધર્મથી છો?

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 28 Feb 2024 04:18 PM (IST)Updated: Wed, 28 Feb 2024 04:18 PM (IST)
maryam-took-blessings-from-father-nawaz-sharif-hinduism-as-a-target-of-pakistani-extremists-asked-what-religion-are-you-from

Maryam Nawaz: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પહેલી વખત મુખ્યમંત્રી બનનારી મરિયમ નવાઝના એક વીડિયોને લઈને બબાલ શરુ થઈ ગઈ છે, અને પાકિસ્તાન કટ્ટરપંથી જમાત તેમણે તેમનો ધર્મ અંગે સવાલ કરી રહ્યાં છે.

મરિયમ નવાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે મરિયમ નવાઝ પોતાના પિતા નવાઝ શરીફના પગ સ્પર્શીને આશીર્વાદ લઈ રહી છે. રિપોર્ટ મુજબ આ વીડિયો તે સમયનો છે જ્યારે મરિયમ નવાઝે પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રીની ચૂંટણી જીતી લીધી અને જે બાદ તે પોતાના પિતાને મળવા પહોંચી હતી.

મરિયમ નવાઝનો વીડિયો વાયરલ
મરિયમ નવાઝનો આ વીડિયો 26 ફેબ્રુઆરીનો છે, જેણે પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે અને પૂછ્યું છે કે- આ પરંપરા કયા ધર્મની છે?

આ વીડિયોમાં જોઈ શકાય છે કે મરિયમ નવાઝ ઝુકીને પોતાના પિતા નવાઝ શરીફના પગને સ્પર્શી રહી છે અને નવાઝ શરીફ પણ પોતાની પુત્રીની પીઠ થપથપાવીને આશીર્વાદ આપી રહ્યાં છે.

ઈસ્લામમાં પગ સ્પર્શવાની મનાઈ છે અને તેથી પાકિસ્તાનમાં આ વીડિયોને લઈને બબાલ શરુ થઈ ગઈ છે. પાકિસ્તાનની એક પત્રકાર આરઝૂ કાઝમીએ લખ્યું કે- આ ને તમિઝ કહેવાય. જ્યારે અદીલા નામની એક ટ્વિટર યૂઝરે લખ્યું કે- જ્યારે તમે તમારી આખી જિંદગી બોલિવૂડ ફિલ્મો જુઓ છો, તો આવા પ્રસંગે ફિલ્મી સીન જ સામે આવે છે. જ્યારે અન્ય એક યૂઝર અરશદ ખાને ટનોલીએ લખ્યું- આને સન્માન કરનાર ધર્મ કહેવાય છે.

જ્યારે નવાઝ શરીફની પાર્ટીની એક નેતા ચૌધરી અહમદ રઝાએ કહ્યું- શું પોતાના માતા-પિતાના પગને સ્પર્શવું ખોટું છે?

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.