Road AccidentIn Nepal:નેપાળના મકવાનપુર જિલ્લામાં ગુરુવારે એક હિંસક ઘટના સર્જાઈ છે. અહીં ભીમફેદી ગામ પાલિકા-6 ખાતે ચિસાપાની ગઢી નજીક એક યાત્રીથી ભરેલ એક ઈલેક્ટ્રિક વાન અનિયંત્રિત થઈ ઊંડી ખાઈમાં પડી જતા ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી છે.
જિલ્લામાં રહેલા સશસ્ત્ર પોલીસ દળ (APF)ના પોલીસ અધીક્ષકે જણાવ્યું હતું કે મૃતકોમાં પાંચ પુરુષ ત્રણ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. અહીં ભીમફેગી ગ્રામીણ નગરપાલીકા-6 ખાતે માર્ગમાંથી 700 મીટર નીચે પડી હતી. ઈજાગ્રસ્તોમાં બે લોકોની સ્થિતિ ગંભીર હતી.
APF પ્રમાણે યાત્રી વાહનમાં 15 લોકો સવારી કરતાં હતા અને અહીં રાજધાની કાઠમંડુથી દક્ષિણી સર્લાહી જિલ્લાના હેડક્વાટર જઈ રહી હતી. ઈજાગ્રસ્તૌમાંથી ત્રણ વિસ્તારન બાગમતી પ્રાંતની હોસ્પિટલ સારવાર કરવામાં આવી રહી છે.ઈજાગ્રસ્તમાંથી ત્રણ વિસ્તારન બાગમતી પ્રાંતની હોસ્પિટલ સારવાર કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોને માહિતી મળતા તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
