US Iran Travel Advisory:અમેરિકાએ તેના નાગરિકોને ઈરાનની યાત્રા નહીં કરવા માટે એક નવી એડવાઈઝરી ઈશ્યુ કરી છે. તેમાં અમેરિકી નાગરિકોને કહેવામાં આવ્યું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં ઈરાન ન જાય અને જે લોકો અગાઉથી જ ત્યા છે તેઓ તાત્કાલિક રીતે દેશ છોડીને નિકળી જાય. આ પગલું પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સ્થિતિ વધુ બગડતા ભરવામાં આવ્યું છે.
એક સુરક્ષા એલર્ટમાં ઈરાનમાં અમેરિકાના વર્ચ્યુઅલ દૂતાવાસે કહ્યું છે કે વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ જટિલ બની ગઈ છે. આ સાથે જ યાત્રીઓને ચેતવણી આપવામાં આવી છે કે ઉડ્ડાયન સેવા રદ્દ થવા, એરસ્પેસ બંધ થવા તથા અન્ય કેટલીક સમસ્યાનો તેમને સામનો કરવો પડી શકે છે.
આ સાથે એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે ઈરાનની જમીની સરહદ પર નિયમને કોઈ પણ પ્રકારની જાણ કર્યાં વગર બદલવામાં આવી શકે છે. યાત્રીઓને સલાહ આપવામાં આવે છે કે જે પણ દેશમાં જવા ઈચ્છતા હોય ત્યાની એન્ટ્રી સંબંધિત જરૂરિયાતોને યોગ્ય રીતે તપાસી લેવામાં આવે. અમેરિકાએ ઈરાન સમર્થિત હૂતી જૂથોની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કર્યો છે, જેણે સાઉદી અરેબિયામાં હુમલા કર્યાં છે.
સૈન્ય અથડામણ વધવાની શક્યતા
એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન સમર્થિત હૂતી સંગઠને સાઉદી અરેબિયા સામે હુમલા કર્યાં છે, જેમાં સામાન્ય નાગરિકોને એરપોર્ટ પર કરવામાં આવેલ હુમલાનો સમાવેશ થાય છે. આ સૈન્ય અથડામણ વધવાની શક્યતા છે.
