Nepal New PM: નેપાળમાં હિંસા બાદ કેપીઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામા આપી દીધા બાદ હવે નવી સરકારની રચનાની કવાયત તેજ બની છે. જેમાં પીએમ પદ માટે કુલમાન ઘિસિંગનું નામ ઝડપથી આગળ વધી રહ્યું છે. એટલું જ નહિ ખુદ Gen Z એ આ નામનું સુચન કર્યું છે. જાણો કોણ છે કુલમાન ઘિસિંગ
કોણ છે કુલમાન ઘિસિંગ
કુલમાન ઘિસિંનો જન્મ નેપાળના રામેછેપમાં થયો છે, તેઓ ઉર્જા વિભાગના અધિકારી રહી ચૂક્યા છે. તેમણે એનઆઈટી જમશેદપુરથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને હાલ કાઠમાંડુમાં રહે છે. 2016માં નેપાળ સરકારે તેમને ઉર્જા વિભાગના પ્રમુખ પદે નિયુક્ત કર્યા હતા અને તેઓ 8 વર્ષ સુધી આ પદ પર રહ્યા. આ સમયગાળા દરમિયાન તેમણે એક પ્રામાણિક અધિકારી તરીકેની છબી બનાવી.
કુલમાન ઘિસિંગનું નામ પીએમ રેસમાં આગળ
- કુલમાન ઘિસિંગ ઘિસિંગ નેપાળમાં વીજળી સુધારણા માટે ખૂબ પ્રખ્યાત છે. જ્યારે તેઓ નેપાળ ઉર્જા વિભાગમાં આવ્યા, ત્યારે શહેરી વિસ્તારોમાં માત્ર 18 કલાક વીજળી મળતી હતી. ઘિસિંગે આ સ્થિતિ સુધારીને 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવી. તેમનું માનવું હતું કે વીજળી સતત મળવી જોઈએ.
- કુલમાન ઘિસિંગ ઉર્જા વિભાગમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા ત્યારે તત્કાલીન વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ તેમને સમય પહેલા પદ પરથી હટાવ્યા હતા. આ મુદ્દા પર નેપાળમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. લોકોએ ઓલી સરકાર પર એક પ્રામાણિક અધિકારીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે નેપાળના મોટાભાગના વિરોધ પક્ષોએ ઘિસિંગને સમર્થન આપ્યું હતું.
Gen Z કુલમાન ઘિસિંગના નામનું સુચન કર્યું
સુશીલા કાર્કીના નામ સાથે Gen Z ના કેટલાક લોકો જ સહમત છે, જ્યારે પક્ષો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ કુલમાન ઘિસિંગની ઇમાનદાર છબી, તેમના કાર્યકારી સુધારા અને રાજકીય તેમજ યુવા વર્ગના સમર્થનને કારણે તેઓ નેપાળના આગામી કાર્યકારી વડાપ્રધાનની રેસમાં સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે.
