Kapil Sharma ના કાફે પર ફાયરિંગ કરનાર શખ્સ નીકળ્યો મોસ્ટ વોન્ટેડ આતંકી, NIA દ્વારા 10 લાખનું ઈનામ હતું

કપિલ શર્માના કાફે પર ફાયરિંગ કરનાર શખ્સનું નામ હરજીત સિંહ ઉર્ફે લાડી છે. એનઆઈએના અહેવાલો અનુસાર લાડી ખાલિસ્તાન સમર્થક મોડ્યુલનો સક્રિય સભ્ય છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 11 Jul 2025 10:29 AM (IST)Updated: Fri, 11 Jul 2025 10:29 AM (IST)
kapil-sharmas-cafe-in-canada-attacked-nia-links-assailant-to-khalistan-group

Kapil Sharma Canada Cafe Firing: મશહુર કોમેડિયન કપિલ શર્માએ કેનેડામાં હાલમાં એક કાફે ખોલ્યું હતું. ભારે ધૂમધામ સાથે તેની ઓપનિંગ કરવામાં આવી હતી. જો કે તાજેતરમાં જ કાફે પર ફાયરિંગની ઘટના બની. ફાયરિંગની ઘટનાની વીડિયો સામે આવ્યો છે. હવે આ ઘટનાને અંજામ આપનાર શખ્સનું નામ સામે આવ્યું છે.

કપિલ શર્માના કાફે પર ફાયરિંગ કરનાર શખ્સ

કપિલ શર્માના કાફે પર ફાયરિંગ કરનાર શખ્સનું નામ હરજીત સિંહ ઉર્ફે લાડી છે. તે પંજાબના નવાંશહર જિલ્લાના ગામ ગરપધાનાનો રહેવાસી છે. તેના પિતાનું નામ કુલદીપ સિંહ છે. એનઆઈએના અહેવાલો અનુસાર લાડી ખાલિસ્તાન સમર્થક મોડ્યુલનો સક્રિય સભ્ય છે.

મોસ્ટ વોન્ટેડ આતંકી લાડી પર 10 લાખનું ઈનામ

એનઆઈએ જણાવ્યું છે કે લાડી બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ જેવા સંગઠનના વિદેશા આકાઓ સાથે જોડાયેલો છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતા વિકાસ બગ્ગાની હત્યામાં તેનું નામ સામેલ હતું. 2024 માં આ કેસની તપાસ એનઆઈને સોંપાઈ. ત્યારબાદ એજન્સીએ લાડી પર 10 લાખ રુપિયાનું ઈનામ જાહેર કર્યું અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કર્યો.

એનઆઈએ અનુસાર લાડી પોતે તો સક્રિય છે સાથે જ વિદેશોમાં તેના આતંકી ફાઈનાન્સરો અને હેન્ડલરો સાથે પણ સંપર્કમાં છે. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલા કાર્યકરો સાથે તેની વાતચીત અને ફંડ અંગે ઘણા ડિજિટલ પુરાવા મળ્યા છે. લાડીને પકડવા માટે એનઆઈએ વોટ્સએપ, ઈમેઈલ અને કંટ્રોલ પણ જાહેર કર્યા છે.