Kansai International Airport Sinking: જાપાને 20 અબજ ડોલરની ભારે ભરખમ રકમ ખર્ચ કરીને જે એરપોર્ટ તૈયાર કર્યું હતું તે ધીમે-ધીમે હવે ડૂબી રહ્યું છે. જાપાનના ગ્રેટર ઓસાકા એરિયામાં આવેલું આ એરપોર્ટ આર્ટિફિશિયલ ટાપુ પર બનેલું છે, જેણે લઈને કહેવાય છે કે આ ઈમારતોના બોજના કારણે ડૂબી રહ્યું છે. કાનસાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનો 4 સપ્ટેમ્બર, 1994માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઓસાકા દ્વીપ આખી દુનિયા સાથે કનેક્ટ છે. એટલું જ નહીં ઓસાકા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રાફિકનું દબાણ પણ તેના કારણે ઘટ્યું છે. આ એરપોર્ટને 20 અબજ ડોલરની રકમથી બનાવવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે 2016માં આ એશિયાનું 30મું અને સૌથી બિઝી અને જાપાનનું ત્રીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ હતું.
હવે પર્યાવરણવિદના જાણકારોનું કહેવું છે કે આગામી કેટલાંક વર્ષોમાં આ એરપોર્ટ સંપૂર્ણપણે ડૂબી શકે છે. ઓસાકા ઉપરાંત ક્યોટો અને કોબેના લોકો માટે પણ આ એરપોર્ટ અવરજવર માટેનું એક મોટું સેન્ટર છે. આ એરપોર્ટનો રનવે 4000 મીટર લાંબો છે, જે અન્ય એરપોર્ટની તુલનાએ લગભગ ડબલ છે. ટાપુ પર આ એરપોર્ટ સમુદ્ર તટથી લગભગ બે માઈલ દૂર આવેલું છે. 1987માં આ એરપોર્ટ પર કામ શરુ થયું હતું, જે 7 વર્ષ બાદ બનીને તૈયાર થયું. આ એરપોર્ટ બન્યું તે બાદથી એરપોર્ટ એવિએશન હબ બની ગયું હતું. આ એરપોર્ટ રિમોટ વિસ્તારમાં બન્યું હતું. એવામાં અહીંથી 24 કલાક ઉડાન ચાલે છે.

પ્રકૃતિ સામે માનવી વામણો
લાખો લીટર પાણી કાઢ્યા બાદ આ એરપોર્ટની સપાટીને તૈયાર કરાઈ હતી, પરંતુ હવે પ્રકૃતિની સામે મનુષ્ણ વામણો છે. જો આ જ સ્થિતિ રહી તો ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આ શાનદાર નમૂનો આગામી કેટલાંક વર્ષોમાં જળમગ્ન થઈ જશે. આ એરપોર્ટની સુરક્ષા માટે હજારો પથ્થરો પણ નાખવામાં આવ્યા હતા કે જેથી સરફેસ મજબૂત રહે. તેણે 80 જહાજોમાં નાખીને લાવવામાં આવ્યા હતા અને આ કામમાં 10 હજાર વર્કર્સે લગભગ 10 મિલિયન કલાક કામ કર્યું હતું. આ પથ્થરો નાખ્યા બાદ તેના પર 30થી 40 મીટર ઉંચી સપાટી બનાવી હતી. જે બાદ પણ સમુદ્રના જળસ્તર વધતા તે ડૂબવાની અણીએ છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
