Jensen Huang Resigns: ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયામાંથી એક અત્યંત ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. Nvidiaના સહ-સસ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) જેન્સેન હુઆંગ (Jensen Huang) એ તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ તેમણે કંપનીના પ્રેસિડેન્ટ અને બોર્ડ મેમ્બર તરીકેની જવાબદારીઓ પણ છોડી દીધી છે. તેમના આ અચાનક રાજીનામા પાછળ એક એક્સ્ટ્રા મેરિટલ અફેર અને રાષ્ટ્રીય સુરક્ષા (National Security) સાથે જોડાયેલો ગંભીર વિવાદ મુખ્ય કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, જેન્સેન હુઆંગનું નામ ચીનની કથિત 'જાસૂસ' ગણાતી એલિસ હુઆંગ (Alice Huang) સાથે જોડવામાં આવ્યું છે. આ બંનેની એક વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર ટેક વર્લ્ડમાં હલચલ મચી ગઈ હતી.
આ અફેર અને વિડિયો સામે આવ્યા બાદ મામલો માત્ર અંગત સંબંધો પૂરતો મર્યાદિત ન રહેતા રાષ્ટ્રીય સુરક્ષાની તપાસના ઘેરામાં આવી ગયો હતો. યુએસ (US) અને વૈશ્વિક સ્તરે સુરક્ષા એજન્સીઓની નજર આ મામલા પર પડતા જ જેન્સેન હુઆંગ પર પદ છોડવા માટેનું દબાણ વધી ગયું હતું. આ અટકળો વચ્ચે ગુરુવારે આખરે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
Nvidiaના બોર્ડનું સત્તાવાર નિવેદન અને આભાર પ્રસ્તાવ
જેન્સેન હુઆંગના રાજીનામા બાદ Nvidiaના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને તેમના યોગદાનને યાદ કર્યું છે. બોર્ડે જણાવ્યું હતું કે- Nvidiaમાં જેન્સેનનું યોગદાન અત્યંત મહત્ત્વપૂર્ણ અને અભૂતપૂર્વ રહ્યું છે. આજે Nvidia વિશ્વની સૌથી અગ્રણી અને મહત્ત્વની ટેક્નોલોજી કંપનીઓમાંની એક છે. બોર્ડ અને સમગ્ર કંપની, ટેક ઇન્ડસ્ટ્રી તથા Nvidiaમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ જેન્સેન હુઆંગનો હૃદયપૂર્વક આભાર માને છે.
Nvidia અને AI ઇન્ડસ્ટ્રી પર મોટી અસર
જેન્સેન હુઆંગ માત્ર Nvidiaના વડા જ નહોતા, પરંતુ તેમણે આ કંપનીને શૂન્યમાંથી સર્જીને વિશ્વની અગ્રણી AI પાવરહાઉસ કંપની બનાવી હતી. કંપનીના પ્રવક્તાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે- તેમના રાજીનામાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ડસ્ટ્રીએ પોતાનો સૌથી મોટો સમર્થક ખોઈ દીધો છે અને હવે તે ચિપમેકર કંપનીનું ભવિષ્ય પણ અનિશ્ચિત બની ગયું છે જેને તેમણે જાતે ઊભી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જેન્સેન હુઆંગ પાસે કંપનીની અંદાજે 3.61% હિસ્સેદારી છે અને તેઓ Nvidiaના ચોથા સૌથી મોટા રોકાણકાર છે. CEO પદ છોડવાની સાથે જ તેઓ હવે કંપનીના બોર્ડમાંથી પણ સંપૂર્ણપણે બહાર થઈ ગયા છે.
કોલેટ ક્રેસ (Colette Kress) સંભાળશે કમાન
જેન્સેન હુઆંગના રાજીનામા બાદ કંપનીના સંચાલનમાં કોઈ ખાલીપો ન સર્જાય તે માટે Nvidiaએ તાત્કાલિક ધોરણે વચગાળાની વ્યવસ્થા કરી લીધી છે. કંપનીએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી કોઈ કાયમી ઉત્તરાધિકારી (Permanent Successor)ની પસંદગી કરવામાં નથી આવતી, ત્યાં સુધી કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) કોલેટ ક્રેસ (Colette Kress) ઇન્ટરિમ (વચગાળાના) CEO તરીકેની જવાબદારી સંભાળશે.

કમાન સંભાળ્યા બાદ કોલેટ ક્રેસે પોતાના નિવેદનમાં કહ્યું હતું- અમે એ જ કામ અને વિઝનને આગળ વધારવાનું ચાલુ રાખીશું, જેણે Nvidiaને 'એક્સિલરેટેડ કમ્પ્યુટિંગ' અને AIના ક્ષેત્રમાં વૈશ્વિક લીડર બનાવ્યું છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય અમારા ગ્રાહકો, ભાગીદારો, ડેવલપર્સ અને શેરધારકોને ઉત્તમ સેવાઓ આપવાનો અને ભવિષ્યની તકોનો મહત્તમ લાભ લેવાનો રહેશે.
કોણ છે જેન્સેન હુઆંગ અને Nvidiaનું વૈશ્વિક સામ્રાજ્ય?
તાઇવાનમાં જન્મેલા 63 વર્ષીય જેન્સેન હુઆંગે વર્ષ 1993માં અમેરિકન ટેક કંપની Nvidiaની સહ-સ્થાપના કરી હતી.તેમના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ આ કંપની આજે મલ્ટી-ટ્રિલિયન ડૉલર કંપની બની ચૂકી છે. હાલમાં તેમની કુલ સંપત્તિ આશરે 145 અબજ ડૉલર (લગભગ 109 અબજ પાઉન્ડ) જેટલી આંકવામાં આવી છે.
Nvidia એડવાન્સ્ડ કમ્પ્યુટર ચિપ્સ (GPUs) બનાવતી વિશ્વની સર્વોપરી કંપની છે. આ ચિપ્સ વિડિયો ગેમ્સ, ક્લાઉડ સર્વર્સ અને ખાસ કરીને AI ટેક્નોલોજીના વિકાસ માટે કરોડરજ્જુ સમાન છે. 4 ટ્રિલિયન ડૉલરથી વધુના માર્કેટ વેલ્યુ સાથે Nvidia આજે દુનિયાની સૌથી મૂલ્યવાન અને શક્તિશાળી ટેક કંપનીઓમાં સ્થાન ધરાવે છે.
