US Airstrikes:IRGCએ હોર્મુઝ રુટ સંપૂર્ણપણે બંધ કર્યો,અમેરિકાનો ઈરાન પર ભીષણ હુમલો

IRGCએ એક જહાજને ચેતવણી આપી ફાયરિંગ કર્યું હતું, જે મંજૂરી વગર રુટ પરથી પસાર થવાનો પ્રયત્ન કરતું હતું. ત્યારબાદ હોર્મુઝને હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 12 Jul 2026 07:27 AM (IST)Updated: Sun, 12 Jul 2026 07:27 AM (IST)
irgc-completely-closed-the-hormuz-route-irgc-fired-on-the-ship-americas-fierce-attack-on-iran

US Airstrikes:ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (IRGC)એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને હંગામી ધોરણે ફરી વખત સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી છે. ઈરાને અમેરિકાની સતત દરમિયાનગીરીના આરોપને લીધે આ પગલું ભર્યું હોવાનું દાવો કરવામાં આવે છે.


IRGCએ એક જહાજને ચેતવણી આપી ફાયરિંગ કર્યું હતું, જે મંજૂરી વગર રુટ પરથી પસાર થવાનો પ્રયત્ન કરતું હતું. ત્યારબાદ હોર્મુઝને હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. બીજીબાજુ અમેરિકાની સેનાએ હોર્મુઝ બંધ થતા ઈરાન પર ભીષણ હુમલા શરૂ કર્યાં છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સની માહિતી પ્રમાણે્ સરકારી મીડિયા આઉટલેટ IRIBએ બંદર અબ્બાસ તથા સિરિક વિસ્તારોમાં વિસ્ફોટો થયાની માહિતી આપી છે. જ્યારે મેહર ન્યુઝ એજન્સીએ કેશમ દ્વીપ પર પણ અનેક વિસ્ફોટો થયાની માહિતી આપી છે.


મોજતબાએ પ્રતિજ્ઞા લીધી

ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ મોજતબા ખામેનેઈએ તેમના પિતા અલી ખામેનેઈની હત્યા બાદ પ્રતિત્રા લીધી છે. તેમણે કહ્યું છે કે બદલો લેવો તે અમારા દેશની ઈચ્છા છે. આ ઘટના અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલીની સ્થિતિમાં સર્જાઈ છે. હોર્મુઝ વિશ્વના ક્રુડ ઓઈલનો મહત્વનો નિકાસ માર્ગ છે. જ્યા વૈશ્વિક ઓઈલ સપ્લાઈનો મોટો હિસ્સો પસાર થાય છે.

ઈરાન અને અમેરિકા વચ્ચા તાજેતરમાં જે MoU થયા છે તેમ છતાં આ તણાવની સ્થિતિ પ્રવર્તિ રહી છે. અમેરિકાની દરમિયાનગીરી અને ઈઝરાયેલ દ્વારા ખાસ કરીને ગાઝા તથા લેબનોનમાં કરવામાં આવી રહેલી લશ્કરી કાર્યવાહીને લીધે સ્થિતિ વધુ બગડી રહી છે. બીજીબાજુ રવિવારે દક્ષિણી ઈરાનના શહેરો બુશહર તથા અસલુયેહમાં પણ વિસ્ફોટો થયાની માહિતી મળી છે.