અમારા પર હુમલો થયો તો સમુદ્રની અંદર રહેલા ઈન્ટરનેટ કેબલ પણ ફુંકી દઈશું, અમેરિકાને ઈરાનની ખુલ્લી ચેતવણી

ઈરાને અમેરિકા અને ઈઝરાયેલને ચેતવણી આપી છે કે જો તેમના પર હુમલો થશે તો તેઓ ખાડી દેશોમાં સમુદ્રની અંદર બિછાવેલા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવશે. આનાથી વૈશ્વિક ઈન્ટરનેટ સેવાઓ ઠપ થઈ શકે છે અને અર્થતંત્રને મોટું નુકસાન થઈ શકે છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 23 Oct 2026 11:59 PM (IST)Updated: Fri, 23 Oct 2026 11:59 PM (IST)
iran-warns-us-undersea-internet-cables-at-risk-in-gulf

Iran Warning to US: મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર સંભવિત નવા સૈન્ય હુમલાની અટકળો વચ્ચે તેહરાને એક અત્યંત આક્રમક અને ખતરનાક ચેતવણી આપી છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા મુજબ, જો તેમના પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે, તો તેઓ ખાડી દેશોમાં સમુદ્રની અંદર (Undersea) બિછાવેલી હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને કોમ્યુનિકેશન કેબલ્સને નિશાન બનાવશે.

દરિયાઈ કેબલ કેમ બની શકે છે નિશાન?

ઈરાની સૂત્રો અને સુરક્ષા અધિકારીઓના કહેવા મુજબ, જો સંઘર્ષ વણસશે તો ઈરાન માટે કોઈ 'રેડ લાઈન' બાકી રહેશે નહીં. બદલાની કાર્યવાહી રૂપે સમુદ્રની અંદર રહેલા ડેટા અને કોમ્યુનિકેશન નેટવર્કને નષ્ટ કરવામાં આવશે, જેથી લાંબા સમય સુધી વૈશ્વિક સ્તરે ઈન્ટરનેટ સેવાઓ ઠપ થઈ શકે. એટલું જ નહીં, ઈરાન આ કેબલ્સની રિપેર પણ નહીં થવા દે તેવી ધમકી આપી છે.

વૈશ્વિક ઈન્ટરનેટ પર શું અસર પડશે?

યુએનની ટેલિકોમ્યુનિકેશન એજન્સી (ITU)ના આંકડા સાક્ષી છે કે દુનિયાભરનું 99% ઈન્ટરનેટ ટ્રાફિક આ સબમરીન/દરિયાઈ કેબલ્સના માધ્યમથી જ ચાલે છે. જો આ કેબલ્સ પર હુમલો થાય અથવા તે ક્ષતિગ્રસ્ત થાય, તો આંતરરાષ્ટ્રીય સ્તરે કમ્યુનિકેશન કટ થઈ શકે છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને કરોડો-અબજો ડોક્ટરનું નુકસાન થઈ શકે છે.

અન્ય ડિજિટલ અને ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખતરો

ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી મોહસિન રેજાઈએ અગાઉ પણ ચેતવણી આપી હતી કે, જો અમેરિકા હુમલો કરશે તો માત્ર કેબલ જ નહીં, પરંતુ ખાડી દેશોમાં આવેલી અમેરિકન કંપનીઓના ડેટા સેન્ટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હબ્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેમના નિશાના પર રહેશે.

આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ

આ વધતા તણાવ વચ્ચે તુર્કિના વિદેશ મંત્રી હકાન ફિદાને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ઇસ્તંબુલમાં ફ્રાન્સ, જર્મની, બ્રિટન, ઇટાલી, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સહિતના દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બોલાવીને ચેતવણી આપી હતી કે જો આ યુદ્ધ વધ્યું તો સમગ્ર ક્ષેત્ર અસ્થિર થઈ જશે અને તેનો વ્યાપ અનપેક્ષિત રીતે વધી જશે. આનો ઉકેલ માત્ર કૂટનીતિ અને વાતચીત દ્વારા જ લાવવો જોઈએ.