Middle East Conflict: પરમાણુ અધિકારો મુદ્દે ઈરાનનો સ્પષ્ટ સંદેશ "ઝુકેગા નહીં", હોર્મુઝમાંથી પીછેહઠ નહીં

આ વચ્ચે ઈરાનને ઈઝરાયેલે બોમ્બમારોની ચેતવણી આપી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 17 Apr 2026 02:56 PM (IST)Updated: Fri, 17 Apr 2026 02:56 PM (IST)
iran-on-nuclear-rights-and-standoff-strait-of-hormuz-us-israel-warning
HIGHLIGHTS
  • પરમાણુ અધિકારો મુદ્દે ઈરાનની સ્પષ્ટ વાત
  • હોર્મુઝમાંથી પીછેહઠ ન કરવાની ચેતવણી

Iran on Nuclear Rights: ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના પરમાણુ સંવર્ધન અધિકારો પર કોઈ જ બાંધછોડ કરશે નહીં. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈના જણાવ્યા અનુસાર, પરમાણુ ઉર્જાનો અધિકાર આંતરરાષ્ટ્રીય કાયદા અને પરમાણુ બિન-પ્રસાર સંધિ (NPT) હેઠળ સુનિશ્ચિત છે ,અને તેને કોઈ બાહ્ય દબાણ હેઠળ બદલવામાં આવશે નહીં.

અમેરિકા-ઈરાનની શરતોમાં તફાવત

મીડિયા રિપોર્ટ અનુસાર, શાંતિ કરાર હેઠળ અમેરિકા ઈચ્છે છે કે ઈરાન તેનો પરમાણુ કાર્યક્રમ 20 વર્ષ માટે સ્થગિત કરે, જ્યારે ઈરાન માત્ર 5 વર્ષ માટે જ આ કરવા તૈયાર છે. અમેરિકા ઉચ્ચ સ્તરીય યુરેનિયમને દેશની બહાર મોકલવા પર ભાર મૂકી રહ્યું છે, જ્યારે તેની સામે ઈરાન પોતાના પર લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવવાની માંગ કરી રહ્યું છે.

હોર્મુઝ સ્ટ્રેટ અંગે ઈરાનનું કડક વલણ

મીડિયો રિપોર્ટ અનુસાર, ઈરાનના સૈન્ય સલાહકાર મોહસીન રેઝાઈએ અમેરિકાને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જ્યાં સુધી તેમના અધિકારો સંપૂર્ણપણે સુરક્ષિત નહીં થાય, ત્યાં સુધી ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પીછેહઠ કરશે નહીં. ઈરાન લાંબા યુદ્ધ માટે તૈયાર અને અનુભવી છે, જ્યારે અમેરિકા તેનાથી બચવા માંગે છે તેમજ હાલમાં વાટાઘાટોની શરતો પણ ઈરાન જ નક્કી કરી રહ્યું છે તેવો દાવો કરાયો છે.

ઈઝરાયેલે આપી બોમ્બમારોની ચેતવણી

આ તંગદિલી વચ્ચે ઈઝરાયેલના રક્ષા મંત્રી ઈઝરાયેલ કાત્ઝે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, જો ઈરાન અમેરિકન પ્રસ્તાવ નહીં સ્વીકારે, તો તેના નવા ઠેકાણાઓ પર વધુ ભીષણ બોમ્બમારો કરવામાં આવશે. ઈઝરાયેલના જણાવ્યા મુજબ ઈરાન અત્યારે ઐતિહાસિક વળાંક પર ઊભું છે, જ્યાં એક રસ્તો આતંકવાદ અને પરમાણુ શસ્ત્રો છોડવાનો છે, જ્યારે બીજો રસ્તો તેને વિનાશની ખીણ તરફ લઈ જાય છે.