Ayatollah Khamenei News:ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુના 130 બાદ અંતિમ વિધિ થશે, સુપુર્દ-એ-ખાકની માહિતી સામે આવી

ડ્રોન તથા મિસાઈલ હુમલા વચ્ચે ઈરાનના અનેક ભાગોમાં સુરક્ષા પડકારોની સ્થિતિ હતી. તેને લીધે માર્ચ મહિનામાં સૂચિત ખામેનેઈના ત્રણ દિવસના રાજકીય અંતિમ સંસ્કારને મોકૂફ રાખવામાં આવેલા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 13 Jun 2026 06:46 PM (IST)Updated: Sat, 13 Jun 2026 06:46 PM (IST)
iran-announces-funeral-burial-dates-for-late-supreme-leader-ayotollah-ali-khamenei

Ayatollah Khamenei News: ઈરાને જાહેરાત કરી છે કે તેના દિવંગત સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei)ના અંતિમ સંસ્કાર 4 જુલાઈ 2026ના રોજ શરૂ થશે. ખામેનેઈને તેમના હોમ ટાઉન મશહદમાં 9 જુલાઈ 2026ના રોજ સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈઝરાયલે 28મી ફેબ્રુઆરી 2026ના રોજ યુદ્ધ શરૂ કર્યું હતું અને તે દિવસે હવાઈ હુમલામાં ખામેનેઈનું મોત થયું હતું. હવે આશરે ચાર મહિનાથી વધારે સમય એટલે કે 130 દિવસ બાદ તેમની અંતિમ વિધિને લગતી તારીખ નક્કી થઈ છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સે તેના એક અહેવાલમાં અયાતુલ્લા અલી ખામેનેઈને અંતિમ સંસ્કારની વિગત જાહેર કરી છે. સામાન્ય રીતે ઈરાનમાં ટોચના ધાર્મિક નેતાઓના અંતિમ સંસ્કાર કેટલાક દિવસોમાં જ કરી દેવામાં આવે છે. પણ આ વખતે સ્થિતિ કંઈક અલગ હતી. ખામેનેઈનું મોત એવા સમયે થયું છે કે જ્યારે ઈરાન તેની ઈસ્લામિક સત્તાને બચાવી રાખવા માટે અમેરિકા અને ઈઝરાયલ સામે યુદ્ધ લડી રહ્યું છે.

અંતિમ સંસ્કારની વિધિવત 4 જુલાઈએ રાજધાની તહેરાનથી

દરમિયાન ઈરાની સરકારી મીડિયા ઈરનાની માહિતી પ્રમાણે ખામેનેઈના અંતિમ સંસ્કારની વિધિવત શરૂઆત 4 જુલાઈના રોજ રાજધાની તહેરાનથી થશે. ત્યારબાદ કેટલાક દિવસ સુધી શ્રદ્ધાંજલિ સભાઓ તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 9 જુલાઈના રોજ ખામેનેઈને મશહદમાં સુપર્દ-એ-ખાક કરવામાં આવશે.

સુરક્ષા કારણોને લીધે અંતિમ સંસ્કાર મોકૂફ રાખવામાં આવેલા

ડ્રોન તથા મિસાઈલ હુમલા વચ્ચે ઈરાનના અનેક ભાગોમાં સુરક્ષા પડકારોની સ્થિતિ હતી. તેને લીધે માર્ચ મહિનામાં સૂચિત ખામેનેઈના ત્રણ દિવસના રાજકીય અંતિમ સંસ્કારને મોકૂફ રાખવામાં આવેલા. આ સંજોગોમાં એવું માનવામાં આવે છે કે સરકાર વિશાળ જનસમૂહ, સુરક્ષા વ્યવસ્થા તથા સંભવિત હુમલાની આશંકાને જોતા અંતિમ સંસ્કાર ટાળવા પડ્યા હતા.