Indian ship Attacked:ઓમાન તટ નજીક ભારતીય જહાજ પર થયો હુમલો, 13 ક્રુ મેમ્બરને બચાવવામાં આવ્યા, એક વ્યક્તિ ગુમ

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 13 Sep 2026 10:22 PM (IST)Updated: Sun, 13 Sep 2026 10:22 PM (IST)
indian-ship-attacked-near-oman-coast-13-crew-members-rescued-one-person-missing

Indian ship Attacked:ભારતીય કોમર્શિયલ જહાજ પર ફરી વખત હુમલો થયો છે. ઓમાન તટ નજીક ભારતીય શિપ MT El Gaia પર હુમલો થયો છે. જે સમયે આ હુમલો થયો તે સમયે આ જહાર પર 14 ક્રુ મેમ્બર હતા. તમામ ક્રુ મેમ્બર ભારતીય હતા. 13 ક્રુ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગુમ છે,જેની શોધખોળ થઈ રહી છે.ભારતે આ ઘટનાને લઈ ટીકા કરી છે.

 

ભારતના વિદેશ મંત્રાલયે પશ્ચિમ એશિયામાં તણાવને તાત્કાલિક ઓછો કરવાની અપીલ કરતાં રવિવારે ઓમાનના તટ નજીક એક વ્યાપારીક જહાજ પર થયેલા હુમલાની ટીકા કરી છે અને કહ્યું છે કે જહાજ પર 14 ભારતીય હતા, જેમાંથી અત્યાર સુધી 13 વ્યક્તિને બચાવી લીધા છે.

 

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે તથા બચાવ ઓપરેશન માટે સક્રિયપણે તાલમેલ સાધવામાં આવ્યો છે. વિદેશી મંત્રાલયે ભારતીય નાગરિકોની મદદ માટે ઓમાનના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે.