Bangladesh News:બાંગ્લાદેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ!મોહમ્મદ યુનુસના પૈતૃક ઘરને લગાવવામાં આવી આગ, અનેક જગ્યાએ બોમ્બ વિસ્ફોટ

Bangladesh News: બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નિકળી છે અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. શેખ હસિનાના બાંગ્લાદેશમાં પરત ફરવાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 19 Nov 2026 10:51 AM (IST)Updated: Thu, 19 Nov 2026 10:51 AM (IST)
incidents-of-violence-occurred-in-several-places-in-bangladesh-muhammad-yunus-house-was-set-on-fire

Bangladesh News: બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નિકળી છે અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. શેખ હસિનાના બાંગ્લાદેશમાં પરત ફરવાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જેના કારણે અનેક જગ્યાએ હિંસા અને આગચંપીના બનાવો સામે આવ્યા છે.

આ ઉપરાંત ઘણી જગ્યાએ બોમ્બ ધમાકા પણ કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશની પૂર્વ વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસના પૈતૃક ઘરને પણ આગ ચાપી દેવામાં આવી છે. આ હિંસા ત્યારે ફાટી નિકળી જ્યારે પૂર્વ વડાપ્રધાન શેખ હસિનાની પ્રતિબંધિત પાર્ટી અવામી લીગે બાંગ્લાદેશમાં લોકડાઉનની જાહેરાત કરી.

બેંકોમાં લગાવવામાં આવી આગ

ઢાકામાં વહેલી સવારે થયેલા બોમ્બ ધમાકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાં જોવા મળી રહેલી આ સ્થિતિને કારણે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. હાલમાં કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આગ અને તોડફોડને કારણે મોટું નુકસાન થયું છે. એટલું જ નહીં ઉપદ્રવીઓએ ગ્રામીણ બેંકની કેટલીક શાખાનો પણ આગને હવાલે કરી દીધી છે. આ ઉપરાત કેટલાક નેતાઓના ઘર પર પણ હુમલા કરવામાં આવ્યા છે.

અવામી લીગે કેમ કરી લોકડાઉનની જાહેરાત?

આ હિંસા પાછળનું મુખ્ય કારણ અવામી લીગે જાહેર કરેલું લોકડાઉન છે. અવામી લીગે ગુરુવારે લોકડાઉનની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ ક આ તારીખ ખાસ છે કારણ કે, ગયા વર્ષે આજ સમયગાળામાં વિશેષ ટ્રિબ્યુનલે શેખ હસિનાને તેમની ગેરહાજરીમાં મોતની સજા સંભળાવી હતી. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે હિંસ અને મોતના તાંડવ વચ્ચે શેખ હિસના બાંગ્લેદેશ છોડીને ભારત આવી ગયા હતા. ત્યારથી તેઓ ભારતમાં જ રહે છે. જે બાજ ઘણીવાર બાંગ્લાદેશની સરકારે ભારત પાસે તેમના પ્રત્યાર્પણની માંગ કરી છે. તો બીજી તરફ શેખ હસિનાએ કોઈપણ ભોગે ડીસેમ્બર મહિનામાં પોતાના દેશ બાંગ્લાદેશમાં પરત ફરવાની જાહેરાત કરી છે. જે બાદથી જ ત્યાં તણાવ વધવા લાગ્યો છે.

ઢાકામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

હાલમાં બાંગ્લાદેશમાં હિંસાના બનાવોને લઈને પોલીસ એક્શનમાં આવી છે અને સંવેદનશીવ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઢાકામાં આવતા જતા તમામ વાહનોનું ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અર્ધસૈનિક દળોને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેથી સ્થિતિ વધારે ન વણશે. આ દરમિયાન પોલીસે મોટી સંખ્યામાં લોકોને અટકાયતમાં લીધા છે.

પ્રધાનમંત્રી તારીકે અવામી લીગને આાતંકવાદી સંગઠન કહ્યું

તો બીજી તરફ અવામી લીગ દ્વારા હાલમાં બાંગ્લાદેશમાં જે સ્થિતિ ઉભી કરવામાં આવી છે તે અંગે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિકે કહ્યું કે, અવામી લીગ એક આતંકવાદી સંગઠન છે અને તે દેશમાં અસ્થિરતા ઉભી કરવા માગતી હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત તેમણે પોતાની પાર્ટીના નેતાઓને લોકોની વચ્ચે રહેવા અપીલ કરી છે.

મોહમ્મદ યુનુસે અવામી લીગના અનેક નેતાઓની કરાવી હતી ધરપકડ

મોહમ્મદ યુનુસે 5 ઓગસ્ટ 2024 ના રોજ શેખ હસિનાની સરકાર પાડ્યા બાદ વચગાળાની સરકારની જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત તેમણે પોતાની સતાનો ઉપયોગ કરીને અવામી લીગના અનેક નેતાઓની ધરપકડ પણ કરાવી હતી.ત્યારથી અવામી લીગ અને મોહમ્મદ યુસુફ વચ્ચે ટકરાવ જોવા મળી રહ્યો છે.