Gemini AI Hacking:AI થઈ રહ્યું છે બેકાબૂ, Geminiએ જાતે જ ત્રણ કંપનીની સાઈટને હેક કરી દીધી

Gemini AI Hacking:અનેક નિષ્ણાતો આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ને માનવ સભ્યતા સામે મોટું જોખમ ગણે છે. હવે ધીમે ધીમે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અંકૂશ કે નિયંત્રણ બહાર જઈ રહ્યાં હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 19 Sep 2026 07:24 PM (IST)Updated: Sat, 19 Sep 2026 07:24 PM (IST)
in-america-googles-gemini-ai-hacked-real-companies-is-ai-uncontrollable

Gemini AI Hacking:અનેક નિષ્ણાતો આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ને માનવ સભ્યતા સામે મોટું જોખમ ગણે છે. હવે ધીમે ધીમે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અંકૂશ કે નિયંત્રણ બહાર જઈ રહ્યાં હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. Googleની AI Gemini એ એક ટેસ્ટ સમયે પોતાની મર્યાદાથી પણ આગળ નિકળીને ત્રણ કંપનીના નેટવર્કને હેક કરી દીધું હતું.

Googleની માહિતી પ્રમાણે ઘટના Geminiની સાઈબર સિક્યોરિટી ક્ષમતાની તપાસ કરવા માટે કરવામાં આવેલ ટેસ્ટ સમયે થઈ હતી. ત્રણેય કંપનીઓના નેટવર્કમાં લોગ-ઈન કર્યાં બાદ AI મોડલે પોતે જ પોતાનો હુમલો અટકાવી દીધો.

આ હેકિંગની ઘટના અંગે જાણ થઈ તે અગાઉ જ એન્થ્રોપિક, OpenAI અને મેટા જેવી અન્ય મુખ્ય AI લેબ્સમાં પણ આવી જ ઘટના થઈ ચુકી છે. જેથી એવો ડર વધી ગયો છે કે આ ટેકનોલોજી માનવીના નિયંત્રણની બહાર થઈ શકે છે.

એન્થ્રોપિકના CEO ડારિયો અમોદેઈ જેવા કેટલાક ઈન્ડસ્ટ્રીઝ લીડર્સે તેના જવાબમાં AIના વિકાસની ગતિ ધીમી કરવાની માંગ કરી છે. જ્યારે ચીપ બનાવતી કંપનીઓ એનવીડિયાના CEO જેન્સેન હુઆંગ જેવા અન્ય લોકોનું કહેવું છે કે AIના વિકાસ તેજીથી જળાઈ રહેવો જોઈએ. 

જેમિનીએ ડમી કંપનીને લીધે અસલી કંપની પર હુમલો

Googleએ કહ્યું કે દરેક ઘટનામાં તેના AI મોડલને એક ડમી કંપની પર હુમલો કરવા આદેશ કર્યો હતો. જોકે ટેસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલ ડમી કંપનીનું નામ એક અસલી કંપની જેવું હતું. જ્યારે જેમીનીને ઈન્ટરનેટ એક્સેસ મળ્યો તો તેણે અસલી કંપની પર હુમલો કરવાનો પ્રયત્ન શરૂ કરી દીધો.

જેમિની મોડેલે ઓનલાઈન મળેલા અથવા અંદાજી પાસવર્ડનો ઉપયોગ કરીને લક્ષિત કંપની અને અન્ય બે કંપનીઓના ઓનલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં લોગ ઇન કર્યું.

ગૂગલે જણાવ્યું હતું કે લોગ ઇન કર્યા પછી જેમિની મોડેલ્સને ખ્યાલ આવ્યો કે તેઓ વાસ્તવિક કંપનીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઍક્સેસ કરી રહ્યા છે, તેમના પરીક્ષણોનો ભાગ બનેલા સિમ્યુલેટેડ વાતાવરણને નહીં, અને હુમલાઓ બંધ કરી દીધા. ગૂગલે એમ પણ કહ્યું હતું કે તેની ટેકનોલોજીએ તે કંપનીઓને નુકસાન પહોંચાડ્યું નથી જે તેણે હેક કરી હતી.