India Iran Travel Advisory:અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવને પગલે ભારતીય નાગરિકો માટે સરકારે એડવાઈઝરી જાહેર કરી

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 20 Jul 2026 12:06 AM (IST)Updated: Mon, 20 Jul 2026 12:06 AM (IST)
government-issues-advisory-for-indian-citizens-amid-rising-tensions-between-us-and-iran

India Iran Travel Advisory:પશ્ચિમ એશિયામાં સુરક્ષાની બદલાઈ રહેલી પરિસ્થિતિ વચ્ચે ઈરાનમાં તાજેતરમાં અસ્થિરતા અને સંઘર્ષની સ્થિતિ સતત વધી રહી છે. જમીની સ્તર પર સર્જાયેલી ગંભીર સુરક્ષા સંકટને ધ્યાનમાં રાખી તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા અને ત્યા જવાની યોજના ધરાવતા ભારતીય નાગરિકો માટે એક નવી અને સુધારેલી સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે.

 

આ સત્તાવાર ચેતવણીમાં દૂતાવાસે તમામ ભારતીયોને સુરક્ષા માહોલ સુધરે નહીં ત્યા સુધી સાવધાની દર્શાવવા શક્ય તમામ ઉપાય કરવાની સલાહ આપી છે.

દેશ છોડી દેવા આપવામાં આવી સલાહ

નવી ગાઈડલાઈનમાં વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસે મુખ્યત્વે બે પાસા પર ભાર આપ્યો છે. પહેલી સલાહ એવા લોકો માટે આપવામાં આવી છે કે જે કોઈ પણ કામ માટે અથવા કોઈ ઉદ્દેશ માટે ઈરાન જવાની તૈયારી કરી રહ્યા છે તેમણે સુરક્ષા સ્થિતિ સંપૂર્ણ સામાન્ય ન થાય ત્યા સુધી યાત્રા ટાળવા કહેવામાં આવ્યું છે.

 

જ્યારે અહીં ભારતીય નાગરિક વર્મતાન સમયમાં અગાઉથી જ રહેલા છે તેમણે દૂતાવાસે સલાહ આપી છે કે તેઓ કોઈ પણ વિલંબ કર્યાં વગર કોમર્શિયલ ઉડ્ડાન મારફતે હંગામી ધોરણે દેશની બહાર નિકળી જવા માટે ગંભીરતાથી વિચાર કરે.