Flydubai Terror Attack: ફ્લાયદુબઈના ઓમાની કો-પાયલોટ હમ્મામ અલ-હમ્મામીએ ગાઝાનો બદલો લેવા માટે બેન ગુરિયન એરપોર્ટ પર વિમાન ક્રેશ કરવાનું મોટું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત કરી છે. ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી શિન બેટ, મોસાદ અને યુએઈની તપાસમાં સામે આવેલા તમામ ચોંકાવનારા ખુલાસા વાંચો.
પ્લેન ક્રેશ કરીને ગાઝાનો બદલો લેવાનું કાવતરું
આ પણ વાંચો
ફ્લાયદુબઈના ઓમાની કો-પાયલોટ હમ્મામ અલ-હમ્મામીએ પૂછપરછમાં ખુલાસો કર્યો કે તેણે ગાઝાનો બદલો લેવા માટે ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર ફ્લાઈટ ક્રેશ કરવાનું કાવતરું ઘડ્યું હતું. અલ-હમ્મામી પર ગયા અઠવાડિયે ફ્લાઈટ દરમિયાન આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. UAE પ્રોસિક્યુટર જનરલે પણ આ સમગ્ર ઘટનાને સત્તાવાર રીતે આતંકવાદી હુમલો ગણાવ્યો છે.
નોકરી મેળવતા પહેલાંથી જ બનાવ્યો હતો પ્લાન
'ટાઈમ્સ ઓફ ઇઝરાયેલ' અહેવાલ મુજબ, તપાસ સાથે જોડાયેલા બે ઈઝરાયેલી અધિકારીએ જણાવ્યું હતું કે અલ-હમ્મામીએ યુએઈના પૂછપરછ કરનારાઓને કબૂલાત કરી હતી કે તેણે દુબઈ સ્થિત એરલાઈન્સ ફ્લાયદુબઈમાં નોકરી મેળવતા પહેલાંથી જ બેન ગુરિયન એરપોર્ટ પર ફ્લાઈટ ક્રેશ કરવાનું કાવતરું ઘડી રાખ્યું હતું.
ઈઝરાયેલી ન્યૂઝ ચેનલ 12 ના રિપોર્ટ અનુસાર, બે ઈઝરાયેલી અધિકારીઓના હવાલાથી જાણવા મળ્યું છે કે અલ-હમ્મામીએ સ્વીકાર્યું હતું કે તે ગાઝાનો બદલો લેવા માટે આ કરી રહ્યો હતો, અને તે શહીદ થઈને મરવા માંગતો હતો.
તેલ અવીવની ફ્લાઈટ હાઈજેક કરવાનો હતો વિચાર
UAE ની તપાસથી માહિતગાર એક સૂત્રએ ખુલાસો કર્યો કે, અલ-હમ્મામીએ આ વર્ષની શરૂઆતમાં તેલ અવીવ માટે એક ઉડાન ભરી હતી. તે સમયે પણ તેણે વિમાનને હાઈજેક કરીને ક્રેશ કરવા વિશે વિચાર્યું હતું, પરંતુ તે સમયે તે આમ કરી શક્યો નહોતો. મોસાદના એક અધિકારીએ ઈઝરાયેલી કેબિનેટ મંત્રીને જાણકારી આપી કે અલ-હમ્મામીએ તાજેતરના વર્ષોમાં ઈઝરાયેલના વિરોધી એવા કેટલાક દેશોની નાની-નાની યાત્રા કરી હતી. તેલ અવીવ માટેની એરલાઈન્સ અંગે માહિતી મેળવ્યા બાદ જ તેણેફ્લાયદુબઈમાં નોકરી માટે અરજી કરી હતી.
નમાજ પઢી કેપ્ટન સ્મિત મચ્છર પર કર્યો હતો હુમલો
ઈટલીના જાણીતા વર્તમાનપત્ર 'કોરિએરે ડેલા સેરા' રિપોર્ટ અનુસાર, આતંકી હુમલાની કોશિશ દરમિયાન કેપ્ટન સ્મિત પર હુમલો કરતા પહેલાં જ કો-પાયલટ અલ-હમ્મામીએ નમાઝ માટે બ્રેક માગ્યો હતો. આ હુમલાના ષડયંત્ર બાદ ઈઝરાયેલની સુરક્ષા એજન્સીએ પોતાના પૂછપરછ કરનારઅધિકારીઓની એક ટીમ UAE મોકલી છે. આ ટીમ યુએઈના અધિકારીઓ સાથે મળીને આરોપી કો-પાયલોટહમ્મામ અલ-હમ્મામીની પૂછપરછ કરી રહી છે.
