Women Pee In Flight: છેલ્લાં કેટલાંક સમયથી ફ્લાઈટ્સમાં અયોગ્ય વર્તણ કરનારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. એક યાત્રી દ્વારા બીજા યાત્રી પર પેશાબ કરવાથી લઈને, એરલાઈન્સ દ્વારા યાત્રિકોને એરપોર્ટ પર છોડી જવાથી લઈને ફ્લાઈટમાં એક વિંછી દ્વારા મહિલાને ડંખ મારવા સુધીના મામલાઓ સામે આવ્યા છે. ત્યારે હવે એક મહિલાએ વિમાનના ફ્લોર પર પેશાબ કર્યા હોવાની ઘટના ઘટી છે. જો કે મહિલાનું કહેવું છે કે એરલાઈન્સે તેમણે વોશરુમમાં ન જવા દીધી. કલાકો સુધી રાહ જોયા બાદ જ્યારે તેનાથી કંટ્રોલ ન થયો ત્યારે તેમણે આવું પગલું ભર્યું.
વ્યૂ ફ્રોમ ધ વિંગના એક રિપોર્ટ મુજબ- આ ઘટના અમેરિકા સ્થિત સ્પિરિટ એરલાઈન્સ દ્વારા સંચાલિત એક ફ્લાઈટની છે. આઉટલેટ મુજબ મહિલા યાત્રીનો દાવો છે કે તેણે બે કલાક સુધી રાહ જોઈ અને જ્યારે સહન ન કરી શકી ત્યારે તેમણે વિમાનના ફ્લોર પર જ પેશાબ કર્યો. મહિલાની આ ઘટનાને કેબિન ક્રૂના એક સભ્યએ વીડિયો રેકોર્ડ કર્યો છે.
વીડિયો કેપ્શનમાં લખ્યું- 07/20/2023@SpiritAirlinesની ઉડાનમાં એક આફ્રિકિ અમેરિકીએ ફર્શ પર પેશાબ કર્યો કેમકે તે ઉડાન ભર્યા બાદ શૌચાલય ખુલવાની રાહ જોવા માગતી ન હતી. આ વચ્ચે ફ્લાઈટ એટેન્ડન્ટે તેમણે કહ્યું કે તેમણે સતત પાણી પીવું જોઈએ કેમકે તમારા પેશાબમાંથી ખરાબ વાસ આવે છે.
🇺🇸 ÉCART CIVILISATIONNEL : 20/07/2023 Une Afro-américaine à bord d'un vol @SpiritAirlines urine sur le sol parce qu'elle ne veut pas attendre qu'ils ouvrent les toilettes après le décollage. Les hôtesses de l'air, quant à elles, lui disent qu'elle devrait boire de l'eau "parce… pic.twitter.com/EQbPGy0NFK
— Valeurs Occidentales (@ValOccidentales) July 21, 2023
સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
નાની એવી ક્લિપમાં મહિલાને પ્લેનના ફ્લોર પર બેસીને ક્રૂ મેમ્બર્સ સાથે દલીલ કરતી જોઈ શકાય છે. એક યૂઝરે કહ્યું- આ ઘણું જ ધૃણાસ્પદ છે. તો અન્ય એકે ટિપ્પણી કરી કે- મારી બિલાડી પણ ઘણી જ સાફસુથરી છે.
જો કે આવી ઘટના પહેલી વખત નથી ઘટી. યુકેના મેટ્રોના એક રિપોર્ટ મુજબ 2018માં વિઝ એરની એક યાત્રીએ વિમાનના ફ્લોર પર ઝુકીને પેશાબ કર્યો હતો ત્યારે તેમણે જણાવવામાં આવ્યું હતું કે વિમાનમાં ઈંધણ ભરાયા બાદ તે શૌચાલયનો ઉપયોગ ન કરી શકે. મહિલાએ દાવો કર્યો કે તેને શૌચ કરવા માટે મજબૂર કરવામાં આવી જ્યાં મોટા ભાગે ખાવાનું તૈયાર કરવામાં આવે છે.
