Prem Ki Shaadi Film Update: સૂરજ બડજાત્યા અને સલમાન ખાન ફરી એકવાર સાથે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સૂરજ બડજાત્યાએ વર્ષ 2022 સલમાન ખાન સાથે 'પ્રેમ કી સાદી' નામની ફિલ્મની જાહેરાત કરી હતી પરંતુ ત્યાર બાદ આ ફિલ્મ અંગે કોઈ અપડેટ સામે આવ્યા નહીં. હવે આ ફિલ્મ અંગે ડિરેક્ટરે પ્રતિક્રિયા આપી છે. નોંધનિય છે કે, સલમાન ખાનના ફેન્સ તેને ફરી એકવાર પ્રેમના રોલમાં જોવા માગે છે. તેમના ફેન્સ ચાર વર્ષથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
સૂરજ બડજાત્યા સાથે સલમાન ખાને ઘણી હીટ ફિલ્મે આપી છે
સૂરજ બડજાત્યા સાથે સલમાન ખાને ઘણી હીટ ફિલ્મે આપી છે. જેમાં મેને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ અને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ બધી ફિલ્મોમાં સલમાન ખાનનું નામ પ્રેમ હતું અને આ ફિલ્મોને ફેન્સ તરફથી ખુબ પ્રેમ મળ્યો હતો. તેથી હવે ફરી એકવાર સલમાન ખાન પ્રેમ બનીને મોટા પડદા પર આવે તેવી ચાહકો રાહ જોઈ રહ્યા છે.
પ્રેમ કી શાદી ફિલ્મ અંગે ડિરેક્ટરે શું આપી પ્રતિક્રિયા?
હવે સૂરજ બડજાત્યાએ પ્રેમ કી શાદી ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 4 વર્ષથી અટકી પડેલી આ ફિલ્મને આવતા હજુ થોડો સમય લાગશે, કારણે કે હજુ કેટલીક વસ્તુઓ પર કામ કરવાનું બાકી છે. ફિલ્મનું ટાઈટલ રજીસ્ટર કરી દેવામાં આવ્યું છે પરંતુ ફિલ્મ પર કામ શરુ કરવામાં આવ્યું નથી.
તાજેતરમાં આવી રહી છે ફિલ્મ યે પ્રેમ મોલ લિયા
જોકે હાલમાં તો દર્શકોને પ્રેમ કી શાદી ફિલ્મ જોવા નહીં મળે પરંતુ સૂરજ બડજાત્યા આયુષ્યમાન ખુરાના સાથે યે પ્રેમ મોલ લિયા (Yeh Prem Mol Liya) ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના સાથે શરવરી વાઘ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ 27 નવેમ્બરે રિલીઝ થશે.
યે પ્રેમ મોલ લિયાનું સંગીત મચાવી રહ્યું છે ધૂમ
આ ફિલ્મના સંગીતે ડિજિટલ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી દીધી છે અને રિલીઝ પહેલાં જ તેના ગીતોને 1 અબજ (1 Billion) થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. કોઈ પણ ફિલ્મની રિલીઝ પૂર્વે તેના મ્યુઝિક આલ્બમને આટલી મોટી સફળતા મળવી એ હિન્દી સિનેમામાં એક ખાસ રેકોર્ડ માનવામાં આવે છે.
