CM Bhupendra Patel US Visit: CM ભૂપેન્દ્ર પટેલની સફળ ન્યૂયોર્ક મુલાકાત; JP મોર્ગન, ઉબર અને IBM રિસર્ચના અગ્રણીઓ સાથે યોજી બેઠકો

GIFT CITYમાં વૈશ્વિક નાણાકીય સંસ્થાઓનો વધતો વિશ્વાસ, ધોલેરામાં ડેટા સેન્ટર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવી તકો મળશે. AI, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સંશોધન સહયોગની દિશા મજબૂત થશે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 22 Aug 2026 07:42 PM (IST)Updated: Sat, 22 Aug 2026 07:53 PM (IST)
cm-bhupendra-patel-meets-leaders-of-jp-morgan-uber-and-ibm-research-in-new-york-america

CM Bhupendra Patel US Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના ડેલિગેશનની અમેરિકા મુલાકાત ગુજરાતના વિકાસને વૈશ્વિક મૂડી, અદ્યતન ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે વધુ મજબૂત રીતે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ બની છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ડેલિગેશને ન્યૂયોર્કમાં જેપી મોર્ગન, ટિલમેન ગ્લોબલ, ઉબર અને ગોલુબ કેપિટલના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠ યોજી હતી અને IBM રિસર્ચની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીની આ મુલાકાતે રાજ્યના વિકાસ મોડેલમાં વૈશ્વિક રોકાણ, આધુનિક ટેક્નોલોજી, પોલિસી બેઝ્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, રિસર્ચ અને ઇનોવેશનના સમન્વય માટે પરસ્પર સહયોગની સંભાવનાઓ પ્રબળ બની છે. ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફાઈનાન્સિય સેક્ટરની વધતી ભાગીદારી,ધોલેરામાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની તકો, રાજ્યના શહેરોમાં આધુનિક મોબિલિટી અને AI-ક્વોન્ટમ-સેમિકન્ડક્ટર ક્ષેત્રે સંશોધન સહયોગ જેવી તમામ પહેલો ગુજરાતને દેશના વિકાસ સાથે ગ્લોબલ ઇકોનોમી અને ટેક્નોલોજીના નવા તબક્કા સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં સાબિત થઈ રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ ગિફ્ટ સિટીને વૈશ્વિક કક્ષાએ ગ્લોબલ ફાઈનાન્સિયલ સેન્ટર તરીકે વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં જેપી મોર્ગનના વન-ટુ-વન બેઠક યોજી હતી.જેપી મોર્ગને ગિફ્ટ સિટી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી. કંપની ગિફ્ટ સિટીમાં પોતાની પ્રેઝન્સ વધુ ગાઢ બનાવવાની અને બિઝનેસ એક્સપાન્શનની યોજનાની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી. ગ્લોબલ ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સનો આવો વધતો વિશ્વાસ ગિફ્ટ સિટીને અગ્રણી વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે વધુ સુદ્રઢ બનાવશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત, મુખ્યમંત્રીએ ગોલુબ કેપિટલ(Golub Capital)ના ન્યૂયોર્ક ખાતેના કો-પ્રેસિડેન્ટ જેરી કીફ સાથે પણ બેઠક યોજી હતી. કંપનીએ પણ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવામાં અને બેન્કિંગ, ઇન્શ્યોરન્સ તથા એક્સચેન્જ ક્ષેત્રે તેના સહયોગી ગ્લોબલ પ્લેયર્સને ગિફ્ટ સિટીના પ્લેટફોર્મ સાથે જોડવામાં મજબૂત રસ દર્શાવ્યો છે. ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગના ફાઉન્ડર અને ચેરમેન સંજીવ આહુજા સાથે પણ મુખ્યમંત્રીશ્રીએ બેઠક કરી હતી.

આ બેઠકમાં આહુજાએ ગુજરાત સરકારની પ્રો-એક્ટિવ પોલિસીઝ, ખાસ કરીને પ્રોગ્રેસિવ ડેટા સેન્ટર પોલિસીની પ્રશંસા કરી હતી. યોગ્ય પોલિસી-એન્વાયરમેન્ટ અને સરકાર-ઉદ્યોગ વચ્ચેનો મજબૂત સહયોગ ડેટા સેન્ટર સેક્ટરના વિકાસને વધુ ઝડપી બનાવશે એવો મત શ્રી આહુજાએ વ્યક્ત કર્યો હતો. આ સાથે ધોલેરાને નેક્સ્ટ જેન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અગ્રણી ગ્લોબલ હબ તરીકે વિકસાવવાની તકો પણ વધુ મજબૂત બની છે.

ઉબરએ ગુજરાતના Tier-2 અને Tier-3 શહેરોમાં પોતાની હાજરી વિસ્તારવામાં મજબૂત રસ દર્શાવ્યો છે. તેનાથી રાજ્યના નાના અને મધ્યમ શહેરોમાં પરિવહન અને કનેક્ટિવિટીની સુવિધાઓ વધુ મજબૂત બનવાની સંભાવના છે. ગુજરાતમાં યોજાનારી મોટી રમતગમતની આગામી ઇવેન્ટ્સ માટે પણ ઉબરએ ભાગીદારીની સંભાવનાઓ અંગે રસ દાખવ્યો છે. આ પ્રકારના સહયોગથી ખેલાડીઓ અને મુલાકાતીઓ માટે સુગમ પરિવહન વ્યવસ્થા ઊભી કરવામાં નવી તકો સર્જાઈ શકે છે.

AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સહયોગની સંભાવનાઓ ચકાસવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂયોર્કના યોર્કટાઉન હાઈટ્સ ખાતે આવેલા IBM રિસર્ચની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આર્ટિપિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર સેક્ટર્સમાં થઈ રહેલા અદ્યતન રિસર્ચ અને ઇનોવેશનની જાણકારી મેળવી હતી. તેમજ ભારત અને ગુજરાતમાં R&D ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે ઊંડા સહયોગ, નોલેજ શેરિંગ અને ઈનોવેશનના ક્ષેત્રે રહેલી તકો અંગે પણ વિચારવિમર્શ કર્યો હતો.