Catholic Priest Dies:ઈક્વાડોરના ગુઆયાકિલ શહેરમાં એક આશ્ચર્યજનક ઘટના સર્જાઈ છે. અહીં એક ચર્ચમાં લાઈવ સ્ટ્રીમિંગ સમયે કેથોલિક પાદરીની ઉપર ઓચિંતા જ એક ભારે લાકડાનો ક્રુસીફિક્સ એટલે કે ઈસા મસીહનો ક્રોસ પડ્યો હતો. આ ઘટના એટલી ગંભીર હતી કે માથા પર ગંભીર ઈજાને લીધે પાદરીનું મોત થયુ હતું.
સંપૂર્ણ ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ છે અને સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પાદરી ચર્ચમાં ઉભા થઈ લોકોને સંબોધિત કરી રહ્યા હતા. થોડી જ ક્ષણોમાં ક્રોસ તેમના માથા પર પડ્યો હતો. અહેવાલ પ્રમાણે આ ઘટના અગાઉ પાદરી મૃત્યુ અંગે માહિતી આપી રહ્યા હતા.
🕊️ BREAKING: A Catholic priest in Ecuador has died after a statue of Jesus fell on him during a livestreamed Mass. 💔 https://t.co/fvLCffr0nm https://t.co/aCngRxwbHf
— TrendCast 🎬🍿 (@trendycasty) October 19, 2026
મળતી માહિતી પ્રમાણે આ ઘટના 7 ઓક્ટોબરના રોજ ગુઆકિલ સ્થિત ન્યુસ્ટ્રા સેનોરા ડેલ પરપેટુઆ સોકોરો ચર્ચમાં સર્જાઈ હતી. આ ઘટના ત્યારે સર્જાઈ કે જ્યારે પાદરી પેટ્રિક અલ્ફ્રેડો સાંચેજ મોલિનારી સ્ટેજ પાસે ઉભાઈને તેમની એક રીતરિવાજનું પાલન કરી રહ્યા હતા. તે સમયે દિવાલ પર લગાવેલ લાકડાનો ક્રુસીફિક્સ ઓચિંતા જ તેની જગ્યાથી ઉખડી ગયો અને સીધા જ પાદરીના માથા પર પડ્યો હતો. ચર્ચની પ્રાર્થના સેવાનો સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ કરવામાં આવતું હતું. આ ઘટનાને હજારો લોકોએ રિયલ ટાઈમ જોઈ હતી.
પાદરી મૃત્યુ વિશે વાત કરી રહ્યા હતા
સોશિયલ મીડિયા પર પાદરી વિશે ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. અહેવાલો પ્રમાણે ઘટના બની ત્યારે પાદરી લોકો સાથે મૃત્યુ વિશે વાત કરી રહ્યા હતા. એક અહેવાલ મુજબ તેમના છેલ્લા શબ્દો હતા, પ્રિય ભાઈઓ અને બહેનો, એક દિવસ આજે આપણે બધા અહીં મૃત્યુ પામીશું. ક્યારેક આપણે અન્ય વસ્તુઓ પર જે સમય વિતાવીએ છીએ તે ભગવાન સાથે વિતાવેલા સમય જેટલો અર્થપૂર્ણ નથી હોતો. ભગવાન, આપણા ભાઈઓ અને બહેનો અને પરિવાર સાથે વિતાવેલો તે કિંમતી સમય શ્રેષ્ઠ સમય છે.
