India Canada Relations: ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે કેનેડા, ટ્રમ્પના ઝટકા બાદ પીએમ માર્ક કાર્નીનો ભારત તરફી ઝુકાવ

અમેરિકા પર પોતાની નિર્ભરતા ઘટાડવા માટે કેનેડિયન વડાપ્રધાને કહ્યું છે કે તેઓ ઘણા દેશો સાથે નવી ભાગીદારીની શરૂઆત કરશે અને તેના માટે તેમનું ધ્યાન એશિયા-પેસિફિક ક્ષેત્ર પર છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 03 Nov 2025 08:33 AM (IST)Updated: Mon, 03 Nov 2025 08:33 AM (IST)
canadian-pm-mark-carney-talks-about-india-amid-tariff-tensions-with-donald-trump

India Canada Relations: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના કારણે કેનેડા પણ પ્રભાવિત થયું છે. ટ્રમ્પે ગયા અઠવાડિયે કેનેડા સાથે વેપાર અંગે ચાલી રહેલી તમામ વાતચીતો રદ કરી દીધી હતી. આ ઝટકા બાદ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકા પર પોતાની નિર્ભરતા ઘટાડવા માટે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. કેનેડિયન વડાપ્રધાને કહ્યું છે કે તેઓ ઘણા દેશો સાથે નવી ભાગીદારીની શરૂઆત કરશે અને તેના માટે તેમનું ધ્યાન એશિયા-પેસિફિક ક્ષેત્ર પર છે.

એશિયા-પેસિફિક પર કેનેડાની નજર

વડાપ્રધાન માર્ક કાર્નીના મતે તેઓ વિશ્વના ઘણા દેશો સાથે સંબંધો મજબૂત કરવા માંગે છે અને આ માટે એશિયા પેસિફિક કરતાં વધુ સારી જગ્યા કોઈ હોઈ શકે નહીં. કાર્નીએ જણાવ્યું કે વિશ્વની અર્થવ્યવસ્થાનો 60 ટકા હિસ્સો આ ક્ષેત્રમાંથી આવે છે. અમેરિકા પરની નિર્ભરતા ઓછી કરવા માટે તેમણે ખાસ કરીને ભારત સાથેના સારા થઈ રહેલા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો.

ભારત સહિત અનેક દેશો સાથે વાટાઘાટો ચાલુ

દક્ષિણ કોરિયામાં આયોજિત એશિયા-પેસિફિક ઇકોનોમિક કૉપરેશન (APEC) માં ભાગ લીધા પછી કૅનેડિયન PMએ ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને ચીન જેવા અન્ય દેશો સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટોની વિગતો આપી હતી. ભારતનો ઉલ્લેખ કરતાં માર્ક કાર્નીએ કહ્યું કે ભારત સાથે પણ અમારા સંબંધો સારા થઈ રહ્યા છે.

માર્ક કાર્નીએ સ્વીકાર્યું કે અન્ય દેશો સાથે ભાગીદારી વધારીને અમેરિકા પરની નિર્ભરતા ઓછી કરવાની આ પ્રક્રિયા રાતોરાત નહીં થાય. તેમનું કહેવું છે કે તેમાં સમય લાગશે. જોકે, અમે ઝડપથી આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારી સીધી મુલાકાત નથી થઈ, પરંતુ વિદેશ મંત્રી સહિત અન્ય ઘણા મંત્રીઓની બેઠકો ચાલુ છે.