Palestine News: પેલેસ્ટાઇનને રાષ્ટ્રનો દરજ્જો આપશે કેનેડા, જાણો અત્યાર સુધી કેટલા દેશોએ માન્યતા આપી

કેનેડા સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પેલેસ્ટાઈનને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની યોજના પર કામ કરી રહ્યું છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 31 Jul 2025 09:04 AM (IST)Updated: Thu, 31 Jul 2025 09:05 AM (IST)
canada-pm-mark-carney-announce-palestine-recognized-as-independent-country

Canada Palestine News: ઇઝરાયલ દ્વારા ગાઝામાં સતત સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે, જેમાં હજારો પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે. આ વચ્ચે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે કેનેડા સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પેલેસ્ટાઈનને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની યોજના પર કામ કરી રહ્યું છે.

કેનેડા બનશે ત્રીજો G7 દેશ

વડાપ્રધાન માર્ક કાર્નીના આ નિવેદન પછી કેનેડા પેલેસ્ટાઈનને રાષ્ટ્રનો દરજ્જો આપનાર ત્રીજો G7 દેશ બનશે. ગયા અઠવાડિયે જ ફ્રાન્સે પણ કહ્યું હતું કે તે પેલેસ્ટાઈનને ઔપચારિક રીતે રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે. અત્યાર સુધીમાં વિશ્વના લગભગ 139 દેશો પેલેસ્ટાઈનને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી ચૂક્યા છે. PM કાર્નીએ સ્પષ્ટ કર્યું છે કે કેટલીક શરતો સાથે આ માન્યતા પર કામ કરવામાં આવશે.

આ શરતોમાં સૌથી ઉપર છે કે પેલેસ્ટાઈની ઓથોરિટી દ્વારા શાસનમાં મૂળભૂત સુધારા કરવા પડશે. વર્ષ 2026માં હમાસ વિના પારદર્શક ચૂંટણી કરાવવામાં આવે. પેલેસ્ટાઈની ક્ષેત્રોનું નિરસ્ત્રીકરણ પણ તેમાં સામેલ છે. હમાસે ઓક્ટોબર 2023ની હિંસક ઘટના દરમિયાન બંધક બનાવેલા લોકોને મુક્ત કરવા પડશે. ભવિષ્યમાં હમાસ ક્યારેય પેલેસ્ટાઈનના શાસનમાં કોઈ ભૂમિકા નહિ ભજવે.

વડાપ્રધાન કાર્નીએ નિવેદનમાં કહ્યું કે કેનેડા લાંબા સમયથી બે રાષ્ટ્રો વચ્ચે સમાધાન' માટે પ્રતિબદ્ધ છે. કાર્નીનું કહેવું છે કે સ્વતંત્ર, વ્યવહારુ અને સાર્વભૌમ પેલેસ્ટાઈન રાજ્ય ઇઝરાયલ સાથે શાંતિ અને સુરક્ષા માટે સહ-અસ્તિત્વમાં રહે.

કેનેડાની માનવીય મદદ

કેનેડાએ ગાઝામાં બગડતી પરિસ્થિતિને સુધારવા માટે અત્યાર સુધીમાં 34 કરોડ રૂપિયાની માનવીય સહાય મોકલી છે. આ મદદમાં પેલેસ્ટાઈની નાગરિકોની મદદ માટે 3 કરોડ ડોલર અને પેલેસ્ટાઈની ઓથોરિટીને સ્થિરતા લાવવામાં મદદ કરવા માટે 1 કરોડ ડોલરનો સમાવેશ થાય છે.