Canada healthcare System:એલોન મસ્કે શુક્રવારે 44 વર્ષના ભારતીય મૂળના એક વ્યક્તિના મોત બાદ કેનેડાની હેલ્થકેર સિસ્ટમની આકરી ટીકા કરી હતી. ભારતીય મૂળના યુવકને આઠ કલાકથી વધારે સમય સુધી રાહ જોયા બાદ પણ સારવાર નહીં મળી શકતા તેનું મોત થયું હતું.
જવાબમાં મસ્કે X પર લખ્યું કે જ્યારે સરકાર તબીબી સંભાળ પૂરી પાડે છે ત્યારે તે DMV (મોટર વાહન વિભાગ) જેટલી જ સારી હોય છે. તેમણે કેનેડાની આરોગ્યસંભાળ પ્રણાલીની તુલના US મોટર વાહન વિભાગ સાથે કરીને તેની ટીકા કરી, જેની ઘણા લોકો તેની બિનકાર્યક્ષમતા માટે ટીકા કરે છે.
When the government does medical care, it is about as good as the DMV https://t.co/kRdlL3idyF
— Elon Musk (@elonmusk) December 26, 2025
મસ્કે કેનેડાની હેલ્થ સિસ્ટમ પર નિશાન તાક્યું
છાતીમાં દુખાવાની ફરિયાદ હોવા છતાં તેમને સારવાર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પીડિત પરિવારના જણાવ્યા મુજબ, શ્રીકુમારને 22 ડિસેમ્બરના રોજ બપોરે આશરે 12:15 વાગ્યે ગ્રે નન્સ કોમ્યુનિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ લગભગ 12:20 વાગ્યાથી 8:50 વાગ્યા સુધી ટ્રાયજ એરિયામાં રહ્યા છે.
વારંવાર છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા રહ્યા. તેમનું બ્લડ પ્રેશર 210 સુધી વધી ગયું હોવા છતાં, તેમને ફક્ત ટાયલેનોલ આપવામાં આવ્યું હતું. હોસ્પિટલે ફરિયાદોને ફગાવી દીધી, અને કહ્યું કે છાતીમાં દુખાવાને ગંભીર માનવામાં આવતો નથી અને કાર્ડિયાક ઇમરજન્સીની શંકા નથી.
હોસ્પિટલ પર સારવારમાં વિલંબનો આરોપ
તેના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પરિવારે આરોપ લગાવ્યો હતો કે સ્ટાફે સારવારમાં વિલંબ કર્યો હતો. જ્યારે શ્રીકુમારને આખરે સારવાર વિસ્તારમાં લઈ જવામાં આવ્યો ત્યારે તે થોડીવારમાં જ પડી ગયો અને તેને બચાવી શકાયો નહીં.
તેમની પત્ની નિહારિકા શ્રીકુમારે જણાવ્યું હતું કે તેમને બેસવાનું કહેવામાં આવ્યું હતું. તેઓ એક સેકન્ડ માટે ઉભા થયા અને પછી ઢળી પડ્યા. તેઓ બેભાન થઈ ગયા, અને નર્સને કહેતા સાંભળવામાં આવ્યા, 'મને નાડીનો ધબકારા નથી લાગતો.
વિદેશ મંત્રાલયે આ કેસની નોંધ લીધી છે
વિદેશ મંત્રાલયે પણ આ બાબતની નોંધ લીધી છે અને કેનેડિયન સરકારને જવાબદારી લેવા વિનંતી કરી છે. ત્રણ બાળકોના પિતા પ્રશાંત શ્રીકુમાર તેમની પત્ની અને બાળકોને છોડીને ગયા છે.

