Tarique Rahman Family: બાંગ્લાદેશના 'સૌથી યુવા યુદ્ધ કેદી' થી વડાપ્રધાન પદ સુધી, જાણો તારિક રહેમાનના પરિવાર વિશે

તારિક રહેમાનને રાજનીતિ વારસામાં મળી છે. તે બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને BNP ના સ્થાપક ઝિયાઉર રહેમાન તથા દેશના ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા ખાલિદા ઝિયાના પુત્ર છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 13 Feb 2026 10:46 AM (IST)Updated: Fri, 13 Feb 2026 10:46 AM (IST)
bangladesh-election-results-2026-tarique-rahman-family-tree-age-wife-children-biography

Tarique Rahman Family Tree: બાંગ્લાદેશની 13મી સંસદીય ચૂંટણીના પરિણામોએ દેશના રાજકીય ઇતિહાસમાં નવો વળાંક લાવ્યો છે. 17 વર્ષના લાંબા દેશનિકાલ બાદ સ્વદેશ પરત ફરેલા તારિક રહેમાનની આગેવાની હેઠળની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) બહુમતીનો આંકડો વટાવી ગઈ છે. મતગણતરીના ટ્રેન્ડ્સ મુજબ હવે તારિક રહેમાનનું વડાપ્રધાન બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

એક મજબૂત રાજકીય વારસો

20 નવેમ્બર, 1965 ના રોજ ઢાકામાં જન્મેલા તારિક રહેમાનને રાજનીતિ વારસામાં મળી છે. તે બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને BNP ના સ્થાપક ઝિયાઉર રહેમાન તથા દેશના ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા ખાલિદા ઝિયાના પુત્ર છે.

તારિક રહેમાનના જીવન સાથે એક અનોખું સન્માન જોડાયેલું છે. 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન તે માત્ર 4 વર્ષનો હતો અને તે સમયે તેને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે BNP દ્વારા તેને દેશના 'સૌથી નાના યુદ્ધ કેદીઓ' પૈકીના એક તરીકે સન્માનિત કરવામાં આવે છે.

સંઘર્ષ અને 17 વર્ષનો દેશનિકાલ

તારિક રહેમાનની રાજકીય સફર ફૂલોની પથારી જેવી નહોતી. જેલવાસ, શારીરિક યાતનાઓ અને રાજકીય ષડયંત્રોનો સામનો કર્યા બાદ તે 17 વર્ષ સુધી લંડનમાં દેશનિકાલ તરીકે રહ્યો હતો. જોકે, ભૌગોલિક રીતે દૂર હોવા છતાં તેઓ ડિજિટલ માધ્યમો, વિડિયો કોલ્સ અને સોશિયલ મીડિયા દ્વારા સતત પક્ષના કાર્યકરો સાથે જોડાયેલા રહ્યો અને વિદેશની ધરતી પરથી જ પક્ષનું સફળ નેતૃત્વ કર્યું.

તારિક રહેમાનનો પરિવાર: એક નજર

  • પિતા - ઝિયાઉર રહેમાન (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને BNP ના સ્થાપક)
  • માતા - ખાલિદા ઝિયા (બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન)
  • પત્ની - ઝુબૈદા રહેમાન
  • પુત્રી - ઝૈમા રહેમાન
  • ભાઈ - અરાફત રહેમાન કોકો, 2015માં અવસાન

મહત્વની બાબતો

  • લોકપ્રિય નામ: સમર્થકો તેમને આદરપૂર્વક 'તારિક ઝિયા' તરીકે સંબોધે છે.
  • ન્યાયિક વિજય: 2004 ના વિવાદાસ્પદ ગ્રેનેડ હુમલા કેસમાં તેમને અગાઉ દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં અદાલતે તેમને નિર્દોષ જાહેર કર્યા છે.
  • પક્ષ પર પકડ: તેમની માતા ખાલિદા ઝિયાની નાદુરસ્ત તબિયત બાદ તારિકે અત્યંત કુશળતાથી પક્ષની કમાન સંભાળી છે અને આજે BNP ને સત્તા સુધી પહોંચાડી છે.