Israel Election 2026:ઈઝરાયલમાં ચૂંટણી બાદ સરકાર બનાવવાને લઈ જટિલ સ્થિતિ સર્જાઈ છે. હકીકતમાં વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુનું ગઠબંધન સૌથી આગળ ચાલી રહ્યું છે, જોકે તેને બહુમતી મળી નથી. બીજીબાજુ વિપક્ષના નેતા ગાદી આઈજનકોટનું ગુટ પણ સરકાર બનવા માટે જરૂરી આંકડાથી પાછળ છે.
આ સંજોગોમાં સૌની નજર એ વાત પર છે કે કયા નાના પક્ષનું સમર્થન હાંસલ કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ રાજકીય રીતે ચર્ચાએ વેગ પકડ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું ક નેતન્યાહૂ હજુ પણ સારી સ્થિતિમાં છે.
આ દરમિયાન મતગણતરીથી માલુમ થાય છે કે બે મુખ્ય અરબ પાર્ટી આશરે 19 બેઠક જીતવાના માર્ગે છે. જે નેસેટ (ઈઝરાયલી સંસદ)માં તેની વર્તમાન સંખ્યાથી આશરે બે ગણી છે. આ બન્ને મુખ્ય પાર્ટી છે યુસુફ જબરીનના નેતૃત્વની જોઈન્ટ લિસ્ટ અને મંસૂર અબ્બાસના નેતૃત્વવાળી રામ.
જોઈન્ટ લિસ્ટમાં શું કહેવામાં આવ્યું?
અરબ-બહુલ જોઈન્ટ લિસ્ટના નેતા યુસુફ જબરીને કહ્યું કે તેમનો પક્ષ પોતાની સંભવિત 12 બેઠકોના ઉપયોગ નેતન્યાહુની સરકારને હટાવવા અને ઈઝરાયલની રાજકીય સ્થિતિને બદલવામાં મદદ કરવા માટે કરશે.જબરીને કહ્યુ કે જોઈન્ટ લિસ્ટ આઈજેનકોટના નેતૃત્વવાળી સરકારમાં સામેલ થશે નહીં, કારણ કે તેમને ગાઝામાં ઈઝરાયેલી સૈન્ય અભિયાન અને દક્ષિણી લેબેનોન પર કબ્જાનું સમર્થન કર્યું હતું.
બહુમતીના આંકડાથી દૂર બન્ને પક્ષ
ઈઝરાયલની સંસદને નેસેટ કહે છે. તેમાં કૂલ 120 બેઠક છે. સરકાર બનાવવા માટે 61 સાંસદોનું સમર્થન હોવું જરૂરી છે. કાઉન્ટીંગના શરૂઆતી રુઝાનોમાં નેતન્યાહુની લિકુડના નેતૃત્વવાળી ગુટને આશરે 53 બેઠક મળે તેવો અંદાજ છે. જ્યારે આઈજનકોટના નેતૃત્વની વિપક્ષી પાર્ટીને આશરે 48 બેઠક મળી શકે છે. અરબ પાર્ટીઓને આશરે 19 સીટ મળતી નજર આવે છે. આમ ગઠબંધન પાસે પોતાની શક્તિથી સરકાર બનાવવા માટે જરૂરી આંકડા નથી.
