Nepal Helicopter Crash: કાઠમંડુ પાસે એર ડાયનેસ્ટી હેલિકોપ્ટર ક્રેશ, સવાર પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 07 Aug 2024 03:27 PM (IST)Updated: Wed, 07 Aug 2024 04:06 PM (IST)
air-dynasty-chopper-crashes-in-nuwakot-nepal-four-passengers-and-pilot-on-board

Nepal Helicopter Crash: કાઠમંડુ પાસે એર ડાયનેસ્ટી હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં પાઇલટ અને ચાર મુસાફરો સવાર હતા. આ ઘટનામાં પાંચેય લોકોનો મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

સ્થાનિક મીડિયા પ્રમાણે, આજે બપોરે નુવાકોટના શિવપુરી વિસ્તારમાં એર ડાયનેસ્ટી હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. કુલ ચાર લોકોના મોત થઈ ગઈ છે. હેલિકોપ્ટર કાઠમાંડૂથી રસુવા જઈ રહ્યું હતું. તે નુવાકોટ જિલ્લાના સૂર્યા ચૌર-7માં એક પહાડી સાથે અથડાઈ ગયું હતું. ઘટનાની જાણકારી મળતા જ અધિકારીઓએ રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળે મોકલી દીધી છે.

ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તા સુભાષ ઝાએ જણાવ્યું કે, એર ડાયનેસ્ટી (Air Dynasty)નો 9N-AND હેલિકોપ્ટર બપોરે 1.54 વાગ્યે કાઠમંડુથી સ્યાપ્રુબેસી માટે રવાના થયો હતો. જો કે, તે તેના ગંતવ્ય સ્થાને પહોંચતા પહેલા ક્રેશ થઈ ગયું.