Punjab: 'જો બોલે સો નિહાલ' ના નાદ સાથે 1822 શ્રદ્ધાળુ પાકિસ્તાન રવાના, કરતારપુર કોરિડોર ખોલવાની માંગ

શ્રી ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વની ઉજવણી માટે SGPC દ્વારા 1822 શ્રદ્ધાળુઓનું જૂથ પાકિસ્તાન રવાના થયું છે. આ યાત્રા દરમિયાન કરતારપુર કોરિડોર ખોલવાની માંગ સાથે યાત્રાળુઓની સુરક્ષિત યાત્રા માટે પ્રાર્થના કરવામાં આવી.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Sun, 22 Nov 2026 02:00 PM (IST)Updated: Sun, 22 Nov 2026 02:00 PM (IST)
1822-pilgrims-depart-for-pakistan-to-celebrate-the-prakash-parv-demand-raised-to-open-the-kartarpur-corridor

Punjab News: શ્રી ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વની ઉજવણીને લઈ દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આજે પ્રકાશ પર્વની ઉજવણી માટે SGPC તરફથી 1822 શ્રદ્ધાળુઓનું ગ્રુપ પાકિસ્તાન જવા રવાના થયું છે. આ અવસરે શિરોમણી ગુરુદ્નારા પ્રબંધક કમિટીના હેડ ક્વાટર સ્થિત તેજાસિંહ સમુંદરીએ જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલના નારા લગાવ્યા હતા. તો બીજી તરફ આ પ્રસંગે શ્રી અકાલ તખ્ત સાહિબના જથ્થેદાર જ્ઞાની કુલદીપ સિંહ ગડગજે કહ્યું કે, આ બધા યાત્રાળુઓની યાત્રા સુરક્ષિત રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે.

આજે અમારી તમામ પ્રાર્થના પુરી થઈ

પાકિસ્તાન જઈ રહેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે, અમે નાનપણથી જ પાકિસ્તાનમાં આવેલા પવિત્ર અને ઐતિહાસિક ગુરુધામોના દર્શન કરવા માટે પ્રાર્થના કરતા હતા. આજે અમારી તમામ પ્રાર્થના પુરી થઈ છે. આ શ્રદ્ધાળુ નનકાના સાહેબ, શ્રી પંજા સાહિબ, શ્રી કરતારપુર સાહિબ સહિત અનેક પવિત્ર સ્થળોની મુલાકાત લેશે અને શીશ ઝુકાવશે. તો બીજી તરફ SGPC એ જણાવ્યું કે, પાકિસ્તાન જવા માટે 1828 લોકોના પાસપોર્ટ વિઝા પ્રક્રિયા માટે મોકલવામાં આવ્યા હતા જેમાંથી 1822 શ્રદ્ધાળુને વીજા મળ્યા છે.

વિઝા પ્રક્રિયા સરળ કરવા માગ

તો બીજી તરફ જત્થેદાર જ્ઞાની કુલદીપ સિંહે કહ્યું કે, દરેક શીખ ભાઈ પવિત્ર અને ઐતિહાસિક ગુરુદ્વારામાં શીશ ઝુકાવવાની પ્રાર્થના કરે છે. જેથી વિઝા પ્રક્રિયા સરળ કરવામા આવે અને વધુમાં વધુ શીખ ભાઈઓને વિઝા આપવામાં આવે. આ ઉપરાંત તેમણે ઓન અરાઈવલ વિઝા આપવાની પણ ભલામણ કરી છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, પાકિસ્તાનમાં સ્થિત કરતારપુર કોરિડોર ફરીથી ખોલવો જોઈએ.

7 મેના રોજથી બંધ છે કરતારપુર સાહિબ કોરિડોર

તમને જણાવી દઈએ કે, કરતારપુર સાહિબ કોરિડોર છેલ્લી 7 મેના રોજથી બંધ છે. તે સમયે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરુ કર્યું હતું. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આવેલા અનેત આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે કરતારપુર કોરિડોર પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્વારા દરબાર સાહિબને ગુરુદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડે છે.