Veraval News: ગીરગઢડામાં 8 દિવસ પહેલા એક 35 વર્ષીય શખ્સે છરી બતાવી બે બાળાને ધમકાવી હતી અને મોબાઇલમાં વિકૃત ક્લિપ બતાવી અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવતા બાળાઓના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. આ બનાવમાં રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગીરગઢડા પોલીસ અધિકારી મેહુલ ચૌહાણનાં જણાવ્યા અનુસાર ગીરગઢડા પંથકમાં બે બાળા સાથે છેડછાડ થયાની ઘટના બનેલ હોવાની ફરીયાદ મળી હતી. ફરિયાદ મળતાની સાથે જ્યાં ઘટના બની હતી તે સ્થળની મુલાકાત કરી હતી. બાળાને સાથે મહિલા પોલીસ કર્મીને સાથે રાખીને એકદમ ગભરાયેલી આ બન્ને બાળાને સાંત્વના આપવામાં આવી હતી. બનેલી ઘટના અંગે વિગતવાર માહિતી મેળવી નિવેદનો નોંધી માનસીક વિકૃત નરાધમ કાળું જેઠવા સામે પોક્સો તેમજ વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે અને આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બન્ને બાળાનાં પરીવારજનો એ આ ઘટના અંગે પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે આઠ દિવસ પહેલાં પીડીત બાળાને નરાધમ કાળું જેઠવા છરી બતાવી એક ધાર્મિક સ્થળ પર લઈ ગયો હતો. જ્યાં મોબાઈલમાં વિકૃત ફિલ્મ બતાવી બન્ને બાળા સાથે અડપલાં કરીને ધમકાવી ડરાવી દીધી હતી. બન્ને બાળા ગભરાઈ જતાં આખરે પરિવારજનોને બે દિવસ પહેલા વાત કરતાં કરતાં પ્રથમ 100 નંબર પર પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ હરમડીયા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવા જતાં ત્યાં જવાબ નહીં અપાતાં ગીરગઢડા પોલીસ સ્ટેશન ફરીયાદ નોંધાવી હતી. આખો દિવસ પોલીસ સ્ટેશનમાં વિતાવ્યા બાદ સાંજે પોલીસે આ ઘટનાની ફરીયાદ નોંધી હતી તેવો આક્ષેપ કર્યો હતો.
35 વર્ષનાં અપરણિત કાળું જેઠવા નામનાં યુવાન હલકી વિકૃત માનસિકતા ધરાવતો હોય અને એકલતાનો લાભ ઊઠાવી બાળા સાથે બિભત્સ ચેનચાળા કરીને નાશી છુટતા સનસનાટી ફેલાઇ ગઇ હતી અને આ નરાધમ શખ્શને કડક કાર્યવાહી કરીને સજા અપાશે તેવું ગીરગઢડા પોલીસ ઇન્સ્પેકટર મેહુલ ચૌહાણએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. હાલ આ નરાધમ શખ્સને જડપી લેવાં સંભાવિત જગ્યાએ પોલીસની ટીમને દોડાવી તેનાં મોબાઈલ ટ્રેક કરી શોધખોળ હાથ ધરી છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે બન્ને બાળા ગભરાઈ ગયેલ હોવાથી મહિલા પોલીસ કર્મીને સાથે રાખી સમગ્ર ઘટના અંગે આરોપી સામે સજ્જડ પુરાવા એકઠાં કરી રહી છે.
