Veraval News: સોમનાથમાં શ્રાવણના પાંચમા સોમવારે ભક્તોનો શ્રદ્ધાસાગર, પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ પૂજા કરી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 02 Sep 2024 02:40 PM (IST)Updated: Mon, 02 Sep 2024 02:40 PM (IST)
veraval-news-devotees-rush-to-somnath-temple-on-fifth-monday-of-shravan-and-somvati-amase

Veraval News: દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસનો ભાગ હોય સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભક્તોનો સોમનાથ તીર્થમાં ઉમટયો હતા. સવારે 10 વાગ્યા સુધીમાં 35,000 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા.

શિવજીની આરાધનાના શીવોત્સવ એવા શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી પુણ્ય અર્જન કરવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા. સવારના 10 વાગ્યા સુધીમાં જ 25 જેટલી ધ્વજા પૂજા સંપન્ન થઈ હતી.

naidunia_image

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહપરિવાર સ્નેહીજનો સાથે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. આ વિશેષ અવસરે તેઓએ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લહેરીના હસ્તે મહાદેવની પાલખી પૂજા કરી હતી. ત્યારબાદ સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા.

naidunia_image

પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે અમારા પરિવાર તરફથી સોમનાથ મહાદેવને ધ્વજા ચડાવવામાં આવી છે. પૂજા-અર્ચના કરવામાં આવી છે. ખૂબ ધન્યતા અનુભવું છું. ભગવાન સોમનાથ મહાદેવનો પ્રભાવ આપણે સૌ અનુભવીએ છીએ.

naidunia_image

આજે ગુજરાત અને દેશ સુરક્ષિત હોય તો તેના કારણમાં ભગવાન સોમનાથ અલગ-અલગ જગ્યાએ ભગવાન મહાદેવના તિર્થ સ્થાનો, દ્વારકાધિશથી માંડીને કામખ્યા દેવી, અંબા માતા આવા અનેક સ્થળોને પ્રભાવના કારણે આજે દેશ એક છે, સુરક્ષિત છે. ભગવાનને પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે દુનિયામાં ઉભરે અને ફરીથી ભારતના ધજા-ફતાકા સમગ્ર દુનિયામાં લહેરાય તેવી આજે ભગવાનને પ્રાર્થના કરી છે. સૌનું કલ્યાણ કરે એવી ભગવાનને પ્રાર્થના કરી છે.