અહો આશ્ચર્યમ! ઉનામાં ચોમાસાના અંતે આંબા પર બેસી કમોસમી કેસર કેરી, કૌતુક સાથે ગ્લોબલ વોર્મિંગની ચિંતા વધી

સામાન્ય રીતે ઉનાળામાં પાકતી કેસર કેરી ચોમાસાના અંતમાં જ જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 19 Sep 2026 10:29 AM (IST)Updated: Sat, 19 Sep 2026 10:29 AM (IST)
una-off-season-kesar-mango-blooming-in-monsoon-reason-and-global-warming-effect

Off Season Kesar Mango: સામાન્ય રીતે આંબા પર કેસર કેરીની કલમમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં મોર (ફૂલ) આવવાની શરૂઆત થતી હોય છે. જે બાદ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં નાની-નાની કાચી કેરીઓ જોવા મળતી હોય છે. પરંતુ ઉના તાલુકાના એક ગામમાં ઘરઆંગણે વાવેલા આંબામાં અત્યારે સીઝન વગર જ નાની-નાની કેસર કેરીઓ જોવા મળતા સ્થાનિકોમાં ભારે કૌતુક સર્જાયું છે.

ઋતુચક્ર વિપરીત: સમય પહેલા જ આંબા પર કેરી

સામાન્ય રીતે કેસર કેરીની કલમોમાં નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં મોર (ફૂલ) આવવાની શરૂઆત થતી હોય છે. ત્યારબાદ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં નાની-નાની કાચી કેરી એટલે કે ખાખટી આંબા પર જોવા મળતી હોય છે. પરંતુ ઉના તાલુકાના ગામમાં ઘરઆંગણે વાવેલા આંબામાં અત્યારે સીઝન વગર જ નાની-નાની કેસર કેરી જોવા મળી રહી છે, જેને કારણે સ્થાનિકોમાં ભારે કૌતુક સર્જાયું છે.

ગ્લોબલ વોર્મિંગની પ્રત્યક્ષ અને ચિંતાજનક અસર

પર્યાવરણના નિષ્ણાતો અને કૃષિ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા અનુસાર, આ અણધારી ઘટના પાછળ વૈશ્વિક તાપમાનમાં વધારો એટલે કે 'ગ્લોબલ વોર્મિંગ' મુખ્ય કારણ હોઈ શકે છે. એક અનુમાન અનુસાર વાતાવરણમાં થતા અણધાર્યા બદલાવ, તાપમાનની અસ્થિરતા અને સમગ્ર ઋતુચક્ર ખોરવાઈ જવાને કારણે વનસ્પતિના કુદરતી ચક્રમાં આ પ્રકારના ફેરફાર જોવા મળી રહ્યા છે.

સમગ્ર પંથકમાં ભારે ઉત્સુકતા અને ચર્ચાનો વિષય

સામાન્ય રીતે ઉનાળાની જગ્યાએ ચોમાસાના અંતમાં આંબા પર કમોસમી કેરી બેસવાની આ અદ્ભુત પરંતુ ચિંતાજનક ઘટના અત્યારે સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે. સીઝન વગર આંબા પર આવેલી આ કમોસમી કેરીઓનો નજારો જોવા માટે પ્રકૃતિપ્રેમીઓ અને સ્થાનિક ગ્રામજનો અત્યંત ઉત્સુક બન્યા છે.