ગીર સોમનાથ: આશ્રમ શાળાના ધો.9ના વિદ્યાર્થીનું કુંડમાં ડૂબી જવાથી મોત, પરિવારમાં શોક

ગીર સોમનાથના સુત્રાપાડામાં આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહેતા ધોરણ 9ના 15 વર્ષીય વિદ્યાર્થીનું કુંડમાં ડૂબી જવાથી મોત થયું. પોલીસે તપાસ શરૂ કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 13 Sep 2026 10:49 AM (IST)Updated: Sun, 13 Sep 2026 10:49 AM (IST)
gir-somnath-sutrapada-ashram-school-class-9-student-drowns-in-pond

Gir Somnath Student Death: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા સ્થિત આશ્રમ શાળાની એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનું કુંડમાં ડૂબી જવાથી મોત થતાં અરેરાટી વ્ચાપી ગઈ છે. આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો 15 વર્ષીય છાત્ર પાણીમાં ગરકાવ થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વિદ્યાર્થીઓનું ડૂબી જવાથી મોત

મળતી માહિતી મુજબ, મૂળ કોડીનારનો 15 વર્ષીય વિદ્યાર્થી સુત્રાપાડાની બક્ષીપંચ આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. આજ રોજ સવારે તે સુત્રાપાડા બસ સ્ટેન્ડ પાસે આવેલા સ્તવન ઋષિ આશ્રમના કુંડમાં ડુબાઈ ગયો હતો. વિદ્યાર્થીના ડૂબી જવાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે મદદ માટે દોડી આવ્યા હતા અને મૃતદેહન કુંડ બહાર કાઢવામાં આવ્યો હતો.

પરિવારે કાર્યવાહીની માંગ કરી

વિદ્યાર્થીના મોતની જાણ થતાં પોલીસ અને પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આશાસ્પદ વિદ્યાર્થીના મોતને લીધે પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. વિદ્યાર્થીના પરિવારજનોએ સંચાલકો સામે પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી.

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી 

પોલીસે હાલ વિદ્યાર્થીના મૃતદેહને કબજે કરીને પીએમ માટે મોકલી આપ્યો છે. તેમજ બાળક સાથે કોઈ હાજર હતું. કયા સંજોગોમાં તેનું મોત થયું તે દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી હતી.