પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના આંગણેથી સોમનાથ થી વડનગર સેવાયાત્રા બાઈક રેલીનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૫ વર્ષની જનસેવા ઉજવવા 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ સોમનાથથી વડનગર બાઈક રેલી શરૂ થઈ. મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા અને કૌશિક વેકરિયાએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી તેને પ્રસ્થાન કરાવ્યું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 13 Sep 2026 11:30 PM (IST)Updated: Sun, 13 Sep 2026 11:30 PM (IST)
the-somnath-to-vadnagar-seva-yatra-bike-rally-was-flagged-off-from-the-premises-of-shri-somnath-the-first-jyotirlinga

Seva Sankalp Abhiyan:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની સમર્પિત જનસેવા યાત્રાની ઉજવણીના ભાગરૂપે "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત રાજ્યમાં એક સાથે ચાર જગ્યાઓથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.


જે અંતર્ગત મંત્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં આજે સવારે વરૂણદેવના ઝરમર અમીછાંટડા વચ્ચે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરના પટાંગણમાંથી “સોમનાથ થી વડનગર સેવાયાત્રા” બાઈક રેલીનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.


આ પ્રસંગે દેશના ૧૨ જ્યોતિર્લિંગનો મહિમામંડન કરતાં 'સૌરાષ્ટ્રે સોમનાથં ચ: 'શ્લોકનો ઉલ્લેખ કરી શિક્ષણમંત્રી શ્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન શ્રી સોમનાથનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે. ત્યારે આ પવિત્ર ભૂમિમાંથી શરૂ થયેલી બાઈક રેલીના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ જન-જન સુધી પહોંચાડવામાં આવશે.


મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે અંતર્ગત આ બાઈક રેલી ભારતની આસ્થા અને ગુજરાતની અસ્મિતા એવા પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે થી વડનગર સુધી જશે.

મંત્રીએ તમામ બાઈકર્સની સુરક્ષા અને સલામતીની કામના કરી આ બાઈક રેલી દ્વારા જન-જન સુધી સ્વચ્છતાનો સંદેશ અને વિકસિત ભારતનો સંકલ્પ પહોંચાડશે તેમ જ 'વિરાસત થી વિકાસ', 'સંકલ્પ થી સિદ્ધિ'નો મંત્ર લઈ બીજા તબક્કામાં ગુજરાતના ગૌરવવંતા વડનગર થી ભારતના ગૌરવ એવા વારાણસી સુધીની આ બાઈક યાત્રા જન-જનમાં સાંસ્કૃતિક ચેતના જગાવશે અને વિવિધ સેવાકીય કાર્યોથી સંકલ્પબદ્ધ થશે.