તાલાલા પંથકમાં મીની વાવાઝોડા સાથે તોફાની માવઠુંઃ અડધા કલાકમાં ધોધમાર એક ઈંચ વરસાદ ખાબક્યો; ખેતરો જળબંબાકાર

દક્ષિણ ભારતના 'અર્નબ' વાવાઝોડાના પ્રભાવથી તાલાલા પંથકમાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. અડધા કલાકમાં એક ઈંચ વરસાદથી ખેતરો જળબંબાકાર થયા અને નારિયેળી સહિતના પાકોને ભારે નુકસાન થતા ખેડૂતો ચિંતિત છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 31 Oct 2026 06:14 PM (IST)Updated: Sat, 31 Oct 2026 06:14 PM (IST)
talala-rains-mini-cyclone-and-heavy-unseasonal-downpour-dumps-1-inch-in-30-minutes

Talala Unseasonal Rain: દક્ષિણ ભારતમાં ત્રાટકેલા 'અર્નબ' વાવાઝોડાથી સર્જાયેલા લો પ્રેશરના કારણે છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, ત્યારે આજે પણ દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં સુસવાટા મારતા પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે.

ખાસ કરીને તલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે તોફાની સ્વરૂપ ધારણ કરતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. તાલાલા પંથકના માધુપુર, જાંબુર, જસાધાર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મીની વાવનાઝોડું ફૂંકાતા ખેડૂતોમાં ઉચાટ ફેલાયો છે.

રાજકોટમાં પતિને જેલમાંથી છોડાવવાના બહાને પરિણીતા પર દુષ્કર્મ, ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શખ્સે રૂ. 10 લાખ પડાવ્યા

આજે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે અચાનક મોસમનો મિજાજ બદલાયો હતો. તાલાલા પંથકના અનેક ગામોમાં તોફાની પવન ફૂંકાવાની સાથે અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર અડધા કલાકના ટૂંકાગાળામાં એક ઈંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે હડમતિયા, રાતિધાર અને ભીમ દેવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતુ.

તાલાલા પંથકના આંબડાશ ગામે ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં નારિયેળીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે. ખાસ કરીને બગાયતી પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાથી ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો કુદરત છીનવી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે.