સોમનાથ મંદિરે નવા વર્ષનો પ્રારંભ: વહેલી સવારે દિવ્ય મંગળા આરતી અને વિશેષ શૃંગારના દર્શન, Video

વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું. વહેલી સવારે દિવ્ય શૃંગાર મંગળા આરતીમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 10 Nov 2026 09:40 AM (IST)Updated: Tue, 10 Nov 2026 09:40 AM (IST)
somnath-temple-new-year-2083-devotees-throng-first-jyotirlinga-for-mangla-aarti-darshan

Somnath Temple New Year 2083: વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના શુભ પ્રારંભે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા યાત્રાધામ સોમનાથ મહાદેવના મંદિરે ભક્તોનું વિશાળ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ વહેલી સવારથી ભોળાનાથના દિવ્ય દર્શન અને આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી હતી.

આરતીનો હજારો શ્રદ્ધાળુઓએ લીધો લ્હાવો

નવા વર્ષના પાવન અવસરે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પધારેલા યાત્રાળુઓએ સોમનાથ મહાદેવની વહેલી સવારની મંગળા આરતીનો દિવ્ય લ્હાવો લીધો હતો. આ પ્રસંગે મહાદેવજીનો વિશેષ અને અતિ મનોહર શૃંગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરીને તમામ ભક્તો ધન્ય બન્યા હતા.

પરિવારની સુખ-સમૃદ્ધિ માટે કલ્યાણકારી પ્રાર્થના

નૂતન વર્ષના પ્રારંભે સોમનાથ મંદિરે પહોંચેલા ભક્તોએ પોતાના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી માટે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી. સમગ્ર મંદિર પરિસર "હર હર મહાદેવ" અને "જય સોમનાથ"ના નાદથી ગુંજી ઊઠ્યું હતું. તહેવારોના આ દિવસોમાં સોમનાથ ખાતે યાત્રાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા દર્શન અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.