Somnath Special Train: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રસિદ્ધ સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓની વધતી જતી ભીડ અને માંગને પહોંચી વળવા માટે ભાવનગર ડિવિઝનમાં પસાર થતી 2 જોડી દૈનિક ટ્રેનોમાં એક એક વધારાનો જનરલ કોચ જોડવામાં આવશે.
કઈ ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે?
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, 1 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી ટ્રેનોમાં વધારાની બેઠક ક્ષમતા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- ટ્રેન નંબર 19120 / 19119: વેરાવળ – ગાંધીનગર કેપિટલ – વેરાવળ દૈનિક એક્સપ્રેસ
- ટ્રેન નંબર 59558 / 59559: ભાવનગર – વેરાવળ – ભાવનગર દૈનિક પૅસેન્જર ટ્રેન
યાત્રાળુઓને શું થશે ફાયદો
શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન કરવા જતાં યાત્રાળુઓને ટ્રેનમાં જગ્યા મેળવવામાં સરળતા રહેશે. સામાન્ય કોચ ઉમેરાવાથી અનરિઝર્વ્ડ ટિકિટ ધરાવતા મુસાફરો વધારે આરામ દાયક મુસાફરી કરી શકશે.
