PM Modi in Vadodara Updates: વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કર્યા બાદ જનમેદનીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતનો મોટો હિસ્સો ક્રૂડ ઓઇલ છે. જે ક્ષેત્રથી વિશ્વના મોટા હિસ્સાને તેલ મળે છે, તે ક્ષેત્ર સંઘર્ષ અને યુદ્ધની સ્થિતિમાં છે. તેથી જ્યાં સુધી હાલાત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે બધાએ મળીને નાના-નાના સંકલ્પો લેવા પડશે. આજે હું ગુજરાતમાં પણ મારા આગ્રહ પર જોર આપી રહ્યો છું. તમારા પર મારો વધારે હક છે એટલે હું હકથી કહેવાનો છું. મારી દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યાં શક્યતા હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો. મેટ્રો, ઇલેક્ટ્રિક બસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. સરકારી અને ખાનગી ઓફિસોમાં વર્ચ્યુઅલ મિટિંગ અને વર્કફ્રોમ હોમનો આગ્રહ રાખે.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon 11 May 2026 10:17 AM (IST)Updated: Mon, 11 May 2026 08:17 PM (IST)

11 May 2026, 08:03 PMપાટીદારભાઇઓએ લગ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કરવા જોઇએ
વડાપ્રધાને જણાવ્યું કે, લગ્ન માટે ભારતથી શ્રેષ્ઠ કોઇ જગ્યા નથી. અહીં લગ્ન કરીએ તો આપણા પૂર્વજોની માટી પણ આશિર્વાદ આપે છે. લગ્ન માટે ભારતના અનેક સ્થળોને પસંદ કરીએ. આપણા ગુજરાતમાં એકથી એક સારા સ્થળો છે. હું પાટીદારભાઇઓને કહું છુંકે તમારે લગ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કરવા જોઇએ. તમારા દરેક લગ્નમાં સરદાર સાહેબ આશિર્વાદ માટે ઉપસ્થિત રહેશે. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લગ્ન માટે જગ્યા બનાવી આપો.
11 May 2026, 07:59 PMસોનાની ખરીદીને ટાળો
વડાપ્રધાને જણાવ્યું કે, દેશવાસીઓને આગ્રહ કરુ છું કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સોનાની ખરીદીને ટાળો. ગોલ્ડની જરૂર નથી. આજે સમયની માગ છેકે આપણે વોકલ ફોર લોકલને જન આંદોલન બનાવીએ. વિદેશી સામાનના બદલે લોકલ ઉત્પાદનોને અપનાવીએ. આપણા ગામ, આપણા શહેર અને આપણા દેશના ઉદ્યોગપતિઓને શક્તિ આપીએ. આપણામાંથી મોટાભાગના ખેતી સાથે જોડાઇને અહીં પહોંચ્યા છીએ. ખેતીમાં સોલાર પમ્પનો ઉપયોગ, નેચરલ ફાર્મિંગને મહત્વ આપે. આપણે કેમિકલ ફર્ટિલાઇઝરથી આપણા ખેતરને બચાવવાના છે.
11 May 2026, 07:55 PMપેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો
વડાપ્રધાને જણાવ્યું કે, સરકાર પણ સતત પ્રયત્ન કરી રહી છેકે દેશના નાગરિકો પર આ પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય, પરંતુ આ સમયે દેશને જનભાગીદારીની શક્તિની જરૂર છે. આપણે ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યોને પ્રાથમિકતા આપવી પડશે. આજે જરૂર છેકે આપણે આપણું દાયિત્વ નિભાવીએ. દેશના સંશાસધનો પર પડનારા બોજને ઓછો કરે. જેમ બુંદ-બુંદથી ઘડો ભરાય છે તે રીતે આપણે નાના નાના પ્રયાસોથી વિદેશથી આવતા ઉત્પાદનોનો ઉપયોગ ઘટાડવાનો છે. એવા વ્યક્તિગત કાર્યોથી પણ બચવાનું છે જેમાં વિદેશી મુદ્રા ખર્ચ થાય છે. ભારતનો મોટો હિસ્સો ક્રૂડ ઓઇલ છે. જે ક્ષેત્રથી વિશ્વના મોટા હિસ્સાને તેલ મળે છે, તે ક્ષેત્ર સંઘર્ષ અને યુદ્ધની સ્થિતિમાં છે. તેથી જ્યાં સુધી હાલાત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે બધાએ મળીને નાના-નાના સંકલ્પો લેવા પડશે. હું કાલે કર્ણાટક અને તેલંગણામાં આ બાબતે ચર્ચા કરી છે અને આજે હું ગુજરાતમાં પણ મારા આગ્રહ પર જોર આપી રહ્યો છું. તમારા પર મારો વધારે હક છે એટલે હું હકથી કહેવાનો છું. મારી દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યાં શક્યતા હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો. મેટ્રો, ઇલેક્ટ્રિક બસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. સરકારી અને ખાનગી ઓફિસોમાં વર્ચ્યુઅલ મિટિંગ અને વર્કફ્રોમ હોમનો આગ્રહ રાખે.
11 May 2026, 07:54 PMઆપણે મળીને કોરોનાનો સામનો કર્યો તો આ સંકટમાંથી બહાર આવી જઇશું
વડાપ્રધાને જણાવ્યું કે, એક વિષય સંવેદનશીલ થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ સતત અસ્થિર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. પહેલા કોરોના, પછી આર્થિક પડકારો અને હવે પશ્ચિમ એશિયામાં વધી રહેલો તણાવ આ તમામ પરિસ્થિતિની અસર સતત સમગ્ર વિશ્વ પર થઇ રહ્યું છે. ભારત પણ તેનાથી અછૂતું નથી. કોરોના મહામારી આ સદીની સૌથી મોટું સંકટ હતું તો પશ્ચિમ એશિયામાં ઉભી થયેલી યુદ્ધથી બનેલી પરિસ્થિતિઓ આ દશકના મોટા સંકટોમાંની એક છે. આપણે મળીને કોરોનાનો સામનો કર્યો તો આ સંકટમાંથી બહાર આવી જઇશું.
11 May 2026, 07:43 PMઅહીં સમાજ હંમેશા સમયની દિશાને ઝડપથી ઓળખે છે
વડાપ્રધાને જણાવ્યું કે, ગુજરાતની એક વિશેષતા રહી છેકે અહીં સમાજ હંમેશા સમયની દિશાને ઝડપથી ઓળખે છે. પરિવર્તનને અવસરમાં બદલવું, નવી સંભાવનાઓને અપનાવવી અને ભવિષ્યની તૈયારી સમયસર શરૂ કરવીએ ગુજરાતની કાર્યસંસ્કૃતિનો ભાગ રહ્યો છે. આજે જ્યારે દુનિયા ફ્યુચર ટેક્નોલોજી તરફ આગળ વધી રહી છે. ત્યારે ગુજરાત નવી ગતિ સાથે આગળ વધી રહ્યું છે. સેમિ કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, એરોસ્પેસ, એડવાન્સ એન્જિનિયરિંગ, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત પોતાની નવી ઓળખ બનાવી રહ્યું છે.
11 May 2026, 07:40 PMનારિશક્તિ વંદન સંશોધન માટે સતત પ્રયત્નો થતા રહેશે
વડાપ્રધાને જણાવ્યું કે, નારિશક્તિ વંદન સંશોધન થકી અમે એક પ્રયાસ કર્યો હતો. રાજકીય કારણોથી તે પાસ ન થઇ શક્યું હતું. પરંતુ અમે એ દિશામાં સતત પ્રયાસો કરતા રહીશું. મહિલાઓ માટે દરેક ક્ષેત્રોમાં દ્વાર ખુલે એ માત્ર સરકાર જ નહીં પરંતુ સમાજોની પણ જવાબદારી છે. મને વિશ્વાસ છેકે સરદાર ધામ તેને સંપૂર્ણ નિષ્ઠાથી ઉઠાવી રહ્યું છે.
11 May 2026, 07:33 PM તમારા લોકોની વચ્ચે આવવાથી સમાજની શક્તિનો અહેસાસ થાય છે
વડાપ્રધાને જણાવ્યું કે, હું તમારી વચ્ચે આવ્યો છું તો એક વાતની ખુશી છે, બંગાળ, આસામ અને પોંડેચરીના પરિણામોએ દેશમાં ઉત્સવનો માહોલ બનાવી દીધો છે. તમે પણ એક ઇતિહાસ બનાવ્યો છે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યના પરિણામ પણ સારા રહ્યાં છે. જેની ચર્ચા સમગ્ર દેશમાં થઇ રહી છે. ગુજરાતના લોકોએ હંમેશા રાજનીતિ સ્થિરતાને મહત્વ આપ્યું છે. તેઓ જાણે છેકે રાજનીતિ સ્થિરતાનું શું મહત્વ છે. જ્યાં રાજનીતિ સ્થિરતા હોય છે ત્યાં અર્થવ્યવસ્થાની ગતિ ઝડપી બની જાય છે. તમારા લોકોની વચ્ચે આવવું અને તમારા કાર્યક્રમોનો ભાગ બનવુ મારા માટે ખાસ અને સુખદ હોય છે. એવું લાગે કે ઘરમાં આવ્યો છે. તમારા લોકોની વચ્ચે આવવાથી સમાજની શક્તિનો અહેસાસ થાય છે.
11 May 2026, 07:30 PMઆજનો દિવસ પૂણ્ય પર્વથી ઓછો નથી
વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કર્યા બાદ જનમેદનીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજનો દિવસ પૂણ્ય પર્વથી ઓછો નથી. અહીં આવતા પહેલા હું સોમનાથ મંદિરમાં હતો. સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થયા છે. સોમનાથ મંદિરની પુનર્સ્થાપનાનું સ્વપ્ન સરદાર પટેલના સંકલ્પથી પૂર્ણ થયો છે. આ અવસરે પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે અને વડોદરામાં સરદાર ધામ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થઇ રહ્યું છે.
11 May 2026, 06:40 PMપીએમ મોદીએ વડોદરામાં સરદાર ધામનું લોકાર્પણ કર્યું
સોમનાથમાં અમૃત પર્વમાં ઉપસ્થિત રહ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે છે. વડોદરામાં સમસ્ત પાટીદાર સંગઠનો ની સમાજ હિતકારી એકતાના પ્રતીક સમાન અને રાજ્યના તૃતીય ભવ્ય,વિશાળ અને સુવિધાસંપન્ન સરદાર ધામનું લોકાર્પણ કર્યું છે.
11 May 2026, 06:33 PMવડોદરામાં વડાપ્રધાનના ભવ્ય સ્વાગત માટે ભવ્ય આયોજન
વડોદરામાં વેશભૂષા અને ઝમકદાર રજૂઆત માટે વિશ્વ પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્ય એટલે કેરળના કથકલીના કલાકારો PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તૈયાર છે. દેશના વિવિધ પ્રાંતોમાંથી વડોદરામાં વસેલા લોકો પોતાના પરંપરાગત પરિધાન ધારણ કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આવકારવા માટે એરપોર્ટ રોડ ઉપર ગોઠવાઇ ગયા છે. વડોદરામાં વડાપ્રધાનના ઉત્સાહભેર સ્વાગત માટે પશ્ચિમ બંગાળનું બંગાળી ગ્રુપ રિહર્સલ કરી રહ્યું છે.
11 May 2026, 06:03 PMસોમનાથથી વડોદરા જતી વખતનો ફોટો પીએમ મોદીએ શેર કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર(X) પર એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છેકે, સોમનાથથી વડોદરા જતી વખતે આ ફોટો લીધો હતો... પ્રભાસ પાટણના કિનારે, સોમનાથ મંદિર ભક્તિ, ઇતિહાસ અને સભ્યતાની ભાવનાના તેજસ્વી પ્રતીક તરીકે ઊભું છે. તેણે બર્બર હુમલાઓ, આક્રમણો અને સદીઓ વીતી ગયા પછી પણ ટકી રહ્યું છે. તે શાશ્વત છે. સોમનાથ દરેક ભારતીયને શક્તિ, હિંમત અને આશા આપે છે. https://twitter.com/narendramodi/status/2053798185756422302
11 May 2026, 05:09 PMટૂંક સમયમાં વડોદરા પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
સોમનાથમાં અમૃત પર્વમાં ઉપસ્થિત રહ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યાં છે. વડોદરામાં સમસ્ત પાટીદાર સંગઠનો ની સમાજ હિતકારી એકતાના પ્રતીક સમાન અને રાજ્યના તૃતીય ભવ્ય,વિશાળ અને સુવિધાસંપન્ન સરદાર ધામનું સાંજના સાડા પાંચથી સાત દરમિયાન લોકાર્પણ કરશે. આ પ્રસંગે સરદાર ધામ પ્રોજેક્ટ સંલગ્ન વિવિધ વિદ્યોતેજક અને એકતાને મજબૂત કરતા આયોજનોનું તેમના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમને પાટીદાર રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે. લોકાર્પણ બાદ ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી રોડ શો યોજાશે.
11 May 2026, 01:07 PMએવી શક્તિઓ પ્રભાવી છે જેમને રાષ્ટ્રીય સ્વાભિમાન કરતા તૃષ્ટિકરણ જરુરી લાગે છે
વડાપ્રધાને કહ્યું કે, આઝાદી પછી પહેલા દાયિત્વમાંથી એક હતું સોમનાથ મંદિરનો પુનરુદ્ધાર કરવામાં આવે. આ માટે સરદાર વલ્લભભાઈ પટેલ અને ડો. રાજેન્દ્ર પ્રસાદે આ માટે એટલા બધા પ્રયાસ કર્યાં, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે આ માટે તેમને નહેરુજીના કેટલા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેઓ ડગ્યા નહીં અને સોમનાથ મંદિરનું પુનરુદ્ધાર થયો અને સદીઓના એક કલંકને ધોઇ નાંખ્યું. દુર્ભાગ્યથી દેશમાં આજે પણ એવી શક્તિઓ પ્રભાવી છે જેમને રાષ્ટ્રીય સ્વાભિમાન કરતા તૃષ્ટિકરણ જરુરી લાગે છે. રામ મંદિર નિર્માણનો કેવી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રકારની માનસિકતાથી આપણે દૂર રહેવાની જરૂર છે. આપણે વિકાસ અને વિરસાતને સાથે લઇને આગળ વધવું પડશે.
11 May 2026, 12:59 PMચંદ્રના નામથી જ આ જ્યોતિર્લિંગને આપણે સોમનાથ કહીંએ છીએ
વડાપ્રધાને કહ્યું કે, દેશનું મિશન ચંદ્રયાન સફળ થયું ત્યારે ચંદ્ર પર જ્યાં ભારતનું રોવર લેન્ડ થયું તે જગ્યાનું નામ આપણે શિવ-શક્તિ રાખ્યું છે. કારણ કે આપણી આસ્થામાં ચંદ્ર શિવ સાથે જોડાયેલું છે અને શિવ શક્તિ સાથે જોડાયેલા છે. આ કેટલું સુખદ છે કે ચંદ્રના નામથી જ આ જ્યોતિર્લિંગને આપણે સોમનાથ કહીંએ છીએ. શિવ અને શક્તિની આરધાનાનો જે વિચાર છે તે દેશની વૈજ્ઞાનિક પ્રગતિ માટે પ્રેરણા બને. આજે આપણે આ સંકલ્પ સાકાર થતો જોઇ રહ્યાં છીએ. હું આ તકે સોમનાથના ચરણોથી તમામ દેશવાસીઓને ઓપરેશન શક્તિની વર્ષગાંઠની શુભેચ્છા પાઠવું છું. હું જ્યારે અગાઉ આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે જેના નામમાં જ સોમ એટલે કે અમૃત જોડેયાલું હોય તેને કોણ નષ્ટ કરી શકે.
11 May 2026, 12:55 PMવિશ્વને જાણ થઇ કે ભારતના રાજકારણની ઇચ્છાશક્તિ કેટલી અટલ છે
વડાપ્રધાને કહ્યું કે, અનેક પ્રકારના બંધન લાગ્યા, આર્થિક સંકટના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા. કોઇપણ હચમચી જાય, પરંતુ જ્યારે વિશ્વની મોટી શક્તિઓ આટલું મોટું આક્રમણ કરે તો આગળનો માર્ગ દેખાતો નથી, પરંતુ આપણે અલગ માટીના બેનેલા છીએ. 13 મેના રોજ અન્ય બે પરમાણું પરિક્ષણ થયા જેનાથી વિશ્વને જાણ થઇ કે ભારતના રાજકારણની ઇચ્છાશક્તિ કેટલી અટલ છે. એ સમયે સમગ્ર વિશ્વનું દબાણ ભારત પર હતું પરંતુ અટલજીના નેતૃત્વમાં ભાજપ સરકારે દર્શાવ્યું હતું કે, અમારી માટે રાષ્ટ્ર પ્રથમ છે. વિશ્વની કોઇ શક્તિ ભારતને ઝુકાવી શકતી નથી. દબાવી શકતી નથી. દેશે પોખરણ પરિક્ષણને ઓપરેશન શક્તિ નામ આપ્યું હતું. શિવ સાથે શક્તિની આરધના આપણી પરંપરા રહી છે.
11 May 2026, 12:51 PM11 મે 1998માં આજના દિવસે દેશે પોખરણમાં પરમાણું પરિક્ષણ કર્યું
સોમનાથનો અમૃત મહોત્સવ માત્ર અતિથનો ઉત્સવ નથી પરંતુ તે આગામી 1 હજાર વર્ષ માટે ભારતની પ્રેરણાનો મહોત્સવ છે. હું સમગ્ર દેશવાસીઓ અને શિવભક્તોને આ મહોત્સવની શુભકામના પાઠવું છું. આજનો દિવસ બીજી એક અન્ય બાબતથી પણ વિશેષ છે. 11 મે 1998માં આજના દિવસે દેશે પોખરણમાં પરમાણું પરિક્ષણ કર્યું હતું. દેશે 11 મેના રોજ પહેલા ત્રણ પરમાણું પરિક્ષણ કર્યા. આપણા વૈજ્ઞાનિકોએ ભારતના સામર્થ્યને, ભારતની ક્ષમતાને વિશ્વની સામે રાખ્યું. વિશ્વ હચમચી ગયું હતું કે ભારતે પરમાણું પરિક્ષણ કર્યું. વિશ્વભરની શક્તિઓ ભારતને નબળું પાડવા મેદાનમાં ઉતરી હતી.
11 May 2026, 12:47 PM951માં સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાની ઉદ્ઘોષણા કરી
વડાપ્રધાને કહ્યું કે, થોડા સમય પહેલા અહીં આવ્યો ત્યારે આપણે સોમનાથ સ્વાભિમાન પર્વ મનાવી રહ્યાં હતા અને આજે આધુનિક સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષની ઉજવણી સાથે આપણે માત્ર બે આયોજનોના ભાગ નથી બન્યા પરંતુ આપણે હજાર વર્ષોની અમૃત યાત્રાને અનુભવ કરવાનો શિવજીએ મોકો આપ્યો છે. 75 વર્ષ પહેલા આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃસ્થાપના એ કોઇ સાધારણ અવસર ન હતો. જો 1947માં ભારત આઝાદ થયું હતું તો 1951માં સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાની ઉદ્ઘોષણા કરી હતી.
11 May 2026, 12:44 PMહર હર મહાદેવના નાદ સાથે પીએમ મોદીએ શરૂ કર્યું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર હર મહાદેવના નાદ સાથે સભાને સંબોધિત કરી છે. આ સાથે જ તેમણે સોમનાથમાં કરવામાં આવેલા આયોજન સહિતની બાબતોનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, આજે જે પ્રકારનું વાતાવરણ છે તે જોતા લાગી રહ્યું છેકે, સમગ્ર સૃષ્ટિ આજે કહી રહી છે કે જય સોમનાથ જય જય સોમનાથ.
11 May 2026, 12:19 PMસોમનાથમાં બનાવાયેલા મ્યુઝિયમની પીએમ મોદીએ લીધી મુલાકાત
સોમનાથ દાદાની પૂજા-અર્ચના બાદ પવિત્ર જળથી મંદિરનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. કુંભાભિષેક વિધિ અને ધ્વજારોણના પીએમ મોદી સાક્ષી રહ્યાં હતા. ત્યારબાદ તેઓ સોમનાથમાં બનાવવામાં આવેલા મ્યુઝિમિયમની પીએમ મોદીએ મુલાકાત લીધી હતી અને અવલોકન કર્યું હતું.
11 May 2026, 11:54 AMકુંભાભિષેક વિધિ અને ધ્વજારોણના પીએમ મોદી સાક્ષી રહ્યાં
સોમનાથ દાદાની પૂજા-અર્ચના બાદ પવિત્ર જળથી મંદિરનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. કુંભાભિષેક વિધિ અને ધ્વજારોણના પીએમ મોદી સાક્ષી રહ્યાં છે.
11 May 2026, 11:43 AMપ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારી પ્રસ્તુત ભોલે શંભુના ગીતોએ લોકોને મંત્રમુગ્ધ કર્યાં
પ્રધાનમંત્રીના આગમન પૂર્વે દિવ્ય સોમનાથની ઐતિહાસિક ધરતી પર આયોજિત સમારોહમાં ગીતાબેન રબારીએ તેમના સુરિલા કંઠે ‘મેરા ભોલા હે ભંડારી..', ‘દ્વારિકાનો નાથ મારો રાજા ર રણછોડ..’, ડાકોરના ઠાકોર સહિતના પ્રસિદ્ધ લોકગીતો પ્રસ્તુત કર્યા ત્યારે દર્શકો ઝુમી ઉઠ્યા હતા.
11 May 2026, 11:18 AMપીએમ મોદીએ સોમનાથ દાદાના પૂજા અર્ચન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથની મુલાકાતે છે. સોમનાથ મંદિરના અમૃત પર્વમાં તેઓ ઉપસ્થિત રહેશે. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં જમનમેદની ઉમટી હતી. રોડ શો બાદ તેમણે સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. મંદિર પરિસરમાં ડમરુંના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ સોમનાથ દાદાના પૂજા અર્ચન કર્યા હતા.
11 May 2026, 11:14 AMવડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડમરુંના તાલે સ્વાગત કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સોમનાથ મંદિર પરિસરમાં ડમરુંના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો છે. https://twitter.com/ANI/status/2053713690705395888
11 May 2026, 11:06 AMસરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા
સોમનાથમાં રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા હતા. https://twitter.com/ANI/status/2053712276587417982
11 May 2026, 10:38 AMપીએમ નરેન્દ્ર મોદીનો સોમનાથમાં રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચ્યા છે. પીએમ મોદીનો રોડ શો યોજાઇ રહ્યો છે. રોડ શોમાં મોદીએ ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું છે. https://twitter.com/ANI/status/2053706407346888736
11 May 2026, 10:28 AMસોમનાથ મંદિરમાં અમૃત પર્વ નિમિત્તે વિશેષ યજ્ઞનું આયોજન
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘અમૃત પર્વ’ની ઉજવણીના ભાગરૂપે પવિત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યજ્ઞકુંડમાં વિશેષ આહુતિઓ અર્પણ કરવામાં આવી રહી છે. આ અનુષ્ઠાન દ્વારા મંદિરના પ્રાંગણમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર બન્યું છે. https://twitter.com/ians_india/status/2053700316504461662
11 May 2026, 10:23 AMસોમનાથ અમૃત મહોત્સવ: વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગીર સોમનાથ જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ સોમનાથ મંદિરે આયોજિત 'સોમનાથ અમૃત મહોત્સવ'માં સહભાગી થશે. આ ઐતિહાસિક પ્રસંગને અનુરૂપ મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનની મુલાકાતને પગલે ગીર સોમનાથમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. https://twitter.com/ANI/status/2053666787980710011
11 May 2026, 10:17 AMવડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચ્યા
વડાપ્રધાન આજે સવારે હવાઈ માર્ગે જામનગરથી સોમનાથ પહોંચ્યા છે. અહીં હેલિપેડ પર ઉતર્યા બાદ તેઓ વીર હમીરજી ગોહિલજી સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલશે. રોડ શો બાદ વડાપ્રધાન સોમનાથ પરિસર ખાતે પધારશે. અહીં વડાપ્રધાન સોમનાથ મંદિર પુન: નિર્માણના સ્વપ્ન દ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. વડાપ્રધાન મંદિરમાં સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરશે અને જન-જનની સુખાકારી અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરશે.
11 May 2026, 10:17 AMકુંભાભિષેક તેમજ ધ્વજારોહણ કરાવશે
આ અવસરે વડાપ્રધાન સોમનાથ મંદિર પર કુંભાભિષેક તેમજ ધ્વજારોહણ પણ કરાવશે. એ પછી ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એક્રોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના નભમાં દિલધડક એર શો યોજાશે. મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધિત કરશે.
11 May 2026, 10:17 AM સ્મારક ડાક ટિકિટ તેમજ રૂ. 75ના વિશેષ સ્મારક સિક્કાનું વિમોચન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સભામાં સોમનાથ મંદિરની પ્રતિકૃતિ અંકિત વિશેષ સ્મારક ડાક ટિકિટ તેમજ રૂ. 75ના વિશેષ સ્મારક સિક્કાનું વિમોચન કરશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનના આ કાર્યક્રમને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વેરાવળ સહિત સમગ્ર રાજ્યની જનતા વડાપ્રધાનને આ અવસરે આવકારવા માટે આતુર છે.
11 May 2026, 10:17 AMપીએમ નરેન્દ્ર મોદી આજે રાજ્યના ત્રીજા સરદાર ધામનું લોકાર્પણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રેરિત મૂલ્યોના પરમ ઉપાસક અને સરદાર સાહેબના અનન્ય ચાહક અને સેવક છે. તેઓ આવતીકાલ સોમવાર 11 મી મે, 2026ના રોજ કર્મભૂમિ વડોદરાના પ્રવાસે આવી રહ્યા છે. જે દરમિયાન સમસ્ત પાટીદાર સંગઠનો ની સમાજ હિતકારી એકતાના પ્રતીક સમાન અને રાજ્યના તૃતીય ભવ્ય,વિશાળ અને સુવિધાસંપન્ન સરદાર ધામનું સાંજના સાડા પાંચથી સાત દરમિયાન લોકાર્પણ કરશે.