Gir Gadhada: શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડેલા સિંહોને ગાયોએ ભગાડ્યા, જુઓ VIDEO

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 25 Jul 2023 09:14 PM (IST)Updated: Tue, 25 Jul 2023 09:14 PM (IST)
lion-come-at-residential-area-in-mota-samdhiyala-at-gir-gadhda

Gir Gadhada: અહીંના મોટા સમઢીયાળામાં બે સિંહો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડેલા સિંહોની પાછળ ગાયોએ દોટ મૂકતા તે ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, બે સિંહો શિકારની શોધમાં રહેણાંક મકાન પાસે પહોંચી જાય છે. આ દરમિયાન ગામના પાદરમાં બેઠેલી ગાયોની નજર સિંહો પર પડે છે. આથી 3 જેટલી ગાયો સિંહો પાછળ દોટ મૂકે છે અને તેમને ગામની બહારના રસ્તા સુધી દોડાવે છે. જે પૈકી એક સિંહના ડાબી બાજુના પગમાં ઈજા થઈ હોવાથી તે ત્રાંસો ચાલી રહ્યો છે.

જણાવી દઈએ કે, છેલ્લા 3 દિવસથી બે સિંહો સતત ગામમાં આંટાફેરા બાદ પશુઓનું મારણ કરીને મિજબાની માણી રહ્યાં છે. સિંહોએ 3 દિવસમાં 7 જેટલા રખડતા નિરાધાર પશુઓને ફાડી ખાતા હતા.

આમ અવાર નવાર ગામમાં વન્ય પ્રાણીઓ આવી જતાં લોકોમાં દહેશત ફેલાઈ છે. આ વન્ય પ્રાણીઓને વન વિભાગ દ્વારા દૂર જંગલમા ખસેડવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.