Dog Attack: કોડીનારમાં મામાના ઘરે આવેલા 3 વર્ષીય ભાણેજ પર 7 શ્વાન તૂટી પડ્યા, શ્વાનોએ ફાડી ખાતા મોત

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 31 Mar 2023 10:11 AM (IST)Updated: Fri, 31 Mar 2023 10:13 AM (IST)
in-kodinar-3-year-old-child-died-due-to-attacked-by-7-dogs

Kodinar News: કોડીનારમાં શ્વાને બચકા ભરતાબાળકનું મોત થયુ છે. જેમાં મામાના ઘરે આવેલા બાળકને શ્વાને બચકા ભર્યા હતા. ગઈકાલ સાંજે બાળકને શ્વાને ફાડી ખાતા મોત થયુ છે. રાજ્યમાં વધુ એક બાળક શ્વાનનું ભોગ બન્યું છે. કોડીનાર રેલવે સ્ટેશન નજીક બાળકને શ્વાને ફાડી ખાધું હતું. તેમાં બાળકનું મોત થયુ છે.

ગીર ગઢડાના સોનપરા ગામનું બાળક પ્રિન્સ સંજયભાઈ કામળીયા (ઉં.વ.3) પોતાના મામાના ઘરે કોડીનાર રેલવે સ્ટેશન નજીક આવ્યો હતો. જેમાં ગઈકાલ સાંજે આ ગોઝારી ઘટના બની છે. પ્રિન્ સાંજના સમયે ઘરની બહાર રમી રહ્યાં હતો. એ સમયે બાજુમાં આવેલા બાવળોમાં રહેતા 7થી 8 જેટલા શ્વાન તેની તરફ આવ્યા હતા અને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાને હુમલો કરતા બાળકે બૂમાબૂમ કરી મુકી હતી. જે સાંભળીને આસપાસના લોકો આવ્યા હતા.

ઇજાગ્રસ્ત બાળકને પ્રથમ આર.એન. વાળા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યા ડોક્ટરે તેને મૃત ઘોષિત કરતા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે શહેરમાં રખડતા શ્વાનો નો ખુબજ ત્રાસ વધ્યો છે ત્યારે ત્યારે તંત્ર તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેમાં આ વખતે શ્વાને બાળકનો જીવ લઇ લીધો છે. તાત્કાલિક રખડતા શ્વાનોને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી શહેરીજનોની ઉગ્ર માંગ છે.