ગીર સોમનાથ: તાલાલા પંથકમાં સતત ત્રીજા દિવસે ભૂકંપનો આંચકો, વહેલી સવારે 2.8 ની તીવ્રતાથી ધરા ધ્રુજી

ગીર સોમનાથના તાલાલા પંથકમાં સતત ત્રીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો. આજે વહેલી સવારે 3:22 વાગ્યે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 25 Oct 2026 12:21 PM (IST)Updated: Sun, 25 Oct 2026 12:21 PM (IST)
gir-somnath-talala-earthquake-2-8-magnitude-third-consecutive-day

Gir Somnath Earthquake : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આચંકાઓ અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાલાલા નજીક ભૂગર્ભિય ફોલ્ટ લાઈન ફરી એકવાર સક્રિય થઈ હોય તેમ છેલ્લા બેથી ચાર દિવસથી ભૂકંપના છ જેટલા હળવા આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારે પણ તાલાલામાં ભૂકંપનો હળવો આંચકો આવતાં સ્થાનિકોમાં ભય ફેલાયો છે.

વહેલી સવારે 2.8ની તીવ્રતાનો આંચકો

ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરની વિગત પ્રમાણે, આજે વહેલી સવારે 3.22 વાગ્યે તાલાલા વિસ્તારમાં 2.8 મેગ્નિટ્યુડની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 10 કિમી દૂર અને જમીનથી 6 કિમીની ઉંડાઈએ નોંધાયું હતું. ભૂકંપનો આંચકો અનુભવાતા વહેલી સવારે ગાઢ નિદ્રામાં સૂતેલા લોકો સફાળા જાગી ગયાહતા.

શનિવારે 10 મિનિટમાં 3 આંચકા

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરની વિગત પ્રમાણે, તાલાલામાં શુક્રવાર રાતથી શનિવાર બપોર સુધીમાં સતત આંચકાઓ અનુભવાયા હતા. 9.57 કલાકે 2.2ની તીવ્રતા અને રાત્રે 10.18ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.જ્યારે શુક્રવારે બપોરે 1.59 કલાકે 2.4ની તીવ્રતા, બપોરે 2.2 કલાકે સૌથી વધારે 2.9ની તીવ્રતા અને બપોરે 2.10 કલાકે 1.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ 12 કિમી દૂર

શનિવારે બપોરે આવેલા 2.9 ની તીવ્રતાના આંચકાની અસર સૌથી વધુ વર્તાઈ હતી, જેના કારણે ઘરોના બારી-દરવાજા ખખડી ઉઠ્યા હતા અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તમામ ધરતીકંપના આંચકાનું એપી સેન્ટર (કેન્દ્રબિંદુ) તાલાલા ગીરથી 9 થી 12 કિલોમીટર દૂર નોર્થ-નોર્થ-ઇસ્ટ (ઉત્તર-ઉત્તર-પૂર્વ) દિશામાં 6 થી 8.9 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.