Gir Somnath Rains: પ્રથમ રાઉન્ડમાં જ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: સુત્રાપાડામાં 12 ઇંચ, વાંચો ક્યાં કેટલો વરસાદ પડ્યો

ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ રોદ્રરૂપ બતાવ્યું છે. પ્રથમ રાઉન્ડમાં જ 12 ઈંચ વરસાદ પડતા ગીર સોમનાથનો સુત્રાપાડા તાલકો પાણી પાણી થઈ ગયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 03 Jul 2026 10:33 AM (IST)Updated: Fri, 03 Jul 2026 10:33 AM (IST)
gir-somnath-rain-update-sutrapada-gets-12-inches-check-rainfall-data-across-district

Gir Somnath Rains: ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ રોદ્રરૂપ બતાવ્યું છે. પ્રથમ રાઉન્ડમાં જ 12 ઈંચ વરસાદ પડતા ગીર સોમનાથનો સુત્રાપાડા તાલકો પાણી પાણી થઈ ગયો છે. લાંબા સમયથી વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં તો હરખમાં છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના છ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સૂત્રાપાડા અને વેરાવળમાં અનરાધાર વરસાદ

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, જેને કારણે નદી-નાળા છલકાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના સુત્રાપાડા અને વેરાવળ પંથકમાં અનરાધાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

ગીર સોમનાથના છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

  • સુત્રાપાડા: 12.36 ઇંચ
  • પાટણ-વેરાવળ: 10.08 ઇંચ
  • કોડીનાર: 5.98 ઇંચ
  • તાલાલા: 3.31 ઇંચ
  • ઉના: 1.61 ઇંચ
  • ગીર ગઢડા: 0.55 ઇંચ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં પાટણ-વેરાવળમાં પોણો ઈંચ અને કોડીનારમાં 5 MM વરસાદ નોંધાયો છે.